ગેસલાઈટનું ટ્રેલર: સારા અલી ખાનની એક્ટિંગના પ્રશંસકોએ કર્યા ભરપૂર વખાણ

Gaslight Trailer Review: મર્ડર મિસ્ટ્રી ફિલ્મ ગેસલાઈટનું ટ્રેલર મંગળવારના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં સારા અલી ખાન, વિક્રાંત મેસ્સી અને ચિત્રાંગદા સિંહ લીડ રોલમાં છે.

Written by mansi bhuva
March 15, 2023 07:23 IST
ગેસલાઈટનું ટ્રેલર: સારા અલી ખાનની એક્ટિંગના પ્રશંસકોએ કર્યા ભરપૂર વખાણ
ફિલ્મ 'ગેસલાઇટર'નું 'ટ્રેલર મંગળવાર 14 માર્ચના રોજ રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

સારા અલી ખાન, વિક્રાંત મેસ્સી અને ચિત્રાંગદા સિંહ સ્ટારર મર્ડર મિસ્ટ્રી ફિલ્મ ‘ગેસલાઇટર’નું ટ્રેલર મંગળવાર 14 માર્ચના રોજ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ટ્રેલરને યુઝર્સ દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે. ટ્રેલર જોયા બાદ યુઝર્સ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે અનેક લોકોએ સારાની એક્ટિંગના વખાણ કર્યા છે તો કેટલાક લોકોએ અંધારપટમાં શૂટિંગ કરવા પાછળનું કારણ પૂછ્યું છે. એક યુઝરે કહ્યું હતું કે મર્ડર મિસ્ટ્રી થ્રિલર, ગેસલાઇટ સારી લાગી રહી છે, સારા પહેલીવાર ગંભીર રોલમાં છે. તે અમૃતા સિંહની કોપી છે.

હવે ફિલ્મ કાસ્ટના પાત્રો અંગે વાત કરીએ તો સારાના પાત્રનું નામ મીશા છે જે પોતાના જૂના ઘરમાં પરત ફરે છે. તેને ખ્યાલ આવે છે કે તેના પિતાના ગુમ થવા પાછળ કંઈક કારણ છે. મીશા ચાલી શકતી નથી અને વ્હીલચેરનો સહારો લે છે. તે મોટા ઘરમાં દરેક જગ્યાએ તેના પિતાને શોધવા લાગે છે. જો કે ઘણા દિવસો વીતી જવા છતાં તેમના વિશે કંઈ ખબર પડતી નથી.

આ ફિલ્મમાં ચિત્રાંગદા સિંહે રૂકમણિની ભૂમિકા ભજવી રહી છે જે મીશાની સાવકી માતા છે. તે કહે છે કે ઘરમાં કંઈ બદલાયું નથી પરંતુ તે દરમિયાન મીશાને તેના પિતા દેખાય છે અને તેને શંકા જાય છે કે કોઈએ તેના પિતાની હત્યા કરી છે. જોકે, પોલીસ સહિત કોઈ તેની વાત માનતું નથી. હત્યાનો ભેદ કેવી રીતે ઉકેલાય છે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.

આ પણ વાંચો: સતીશ કૌશિકના નિધનને પગલે પત્ની અને પુત્રીની હાલત દયનિય, ભત્રીજા નિશાંતે કર્યો ખુલાસો

ગેસલાઈટ ફિલ્મનું નિર્દેશન પવન કૃપલાણીએ કર્યું છે. ફિલ્મમાં વિક્રાંત મેસ્સીએ કપિલની ભૂમિકા ભજવી છે જે સારાના પિતાની નજીકના મિત્ર હતા. ફિલ્મના અન્ય કલાકારોમાં અક્ષય ઓબરોય, શિશિર શર્મા અને રાહુલ દેવનો સમાવેશ થાય છે. આખી ફિલ્મની શૂટિંગ ડાર્ક લાઈટમાં થઈ છે. ટ્રેલરમાં અનેક રહસ્ય અને રોમાંચના ફેક્ટર જોવા મળે છે. ફિલ્મ 31 માર્ચના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ