સૈફ અલી ખાનને માઠી બેઠી, 15 હજાર કરોડનીસંપત્તિ સરકાર કરી શકે છે જપ્ત, જાણો કેમ

પટૌડી પરિવારની માલિકીની અને અભિનેતા સૈફ અલી ખાન સાથે આંશિક રીતે જોડાયેલી લગભગ 15000 કરોડ રૂપિયાની મિલકતો સરકાર દ્વારા સત્રુ સંપત્તિ અધિનિયમ, 1968 હેઠળ કબજે કરવામાં આવી શકે છે.

Written by Rakesh Parmar
January 22, 2025 16:45 IST
સૈફ અલી ખાનને માઠી બેઠી, 15 હજાર કરોડનીસંપત્તિ સરકાર કરી શકે છે જપ્ત, જાણો કેમ
સૈફ અલી ખાનના ભોપાલ રિયાસતની ઐતિહાસિક મિલકત પર 2015માં લાદવામાં આવેલ સ્ટે સમાપ્ત થઈ ગયો છે. (તસવીર: kareenakapoorkhan/Instagram)

Saif Ali Khan Pataudi Family Property: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાથી તેનો પરિવાર આઘાતમાં છે. ગઈકાલે અભિનેતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી પરંતુ હવે તેના પરિવાર પર વધુ એક મુસીબત આવી પડી છે. પટૌડી પરિવારની આશરે 15 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ સરકારના કબજામાં જઈ શકે છે. એનડીટીવીના અહેવાલ મુજબ, અભિનેતા સૈફ અલી ખાનના ભોપાલ રિયાસતની ઐતિહાસિક મિલકત પર 2015માં લાદવામાં આવેલ સ્ટે સમાપ્ત થઈ ગયો છે. પટૌડી પરિવારને પોતાનો પક્ષ રજૂ કરવા માટે સમય મળ્યો હતો પરંતુ અત્યાર સુધી તેમના તરફથી કોઈ દાવો રજૂ કરવામાં આવ્યો નથી.

સૈફ અલી ખાનની આ મિલકતોનો કબજો સરકાર લઈ શકે છે

પટૌડી પરિવારની માલિકીની અને અભિનેતા સૈફ અલી ખાન સાથે આંશિક રીતે જોડાયેલી લગભગ 15000 કરોડ રૂપિયાની મિલકતો સરકાર દ્વારા સત્રુ સંપત્તિ અધિનિયમ, 1968 હેઠળ કબજે કરવામાં આવી શકે છે. એનડીટીવીના અહેવાલ મુજબ, મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં 2015 માં આ મિલકતો પર લાદવામાં આવેલ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. ચુકાદામાં સમાવિષ્ટ કેટલીક મિલકતોમાં સૈફનું બાળપણનું ઘર ફ્લેગ સ્ટાફ હાઉસ, નૂર-ઉસ-સબા પેલેસ, દાર-ઉસ-સલામ, હબીબીનો બંગલો, અહેમદાબાદ પેલેસ, કોહેફિઝા મિલકત વગેરેનો સમાવેશ થાય છે.

શું છે સત્રુ સંપત્તિ અધિનિયમ?

શત્રુ સંપત્તિ અધિનિયમ, 1968, ભારત સરકારને શત્રુ સંપત્તિઓ પર નિયંત્રણ મેળવવાની સત્તા આપે છે. ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મન દેશો સાથેના યુદ્ધ પછી આ કાયદો ભારતમાં લાવવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ સરકાર સત્રુ સંપત્તિનું સંચાલન અને રક્ષણ કરે છે.

શત્રુ સંપત્તિ અધિનિયમ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો:

  • શત્રુ સંપત્તિ અધિનિયમ હેઠળ, ભારત સરકાર શત્રુ સંપત્તિઓ પર માલિકી ધરાવે છે.
  • શત્રુ સંપત્તિના રક્ષણ અને નિકાલ માટે એક રક્ષકની નિમણૂક કરવામાં આવે છે.
  • ઉત્તરાધિકારનો કાયદો શત્રુ સંપત્તિ પર લાગુ પડતો નથી.
  • આ કાયદા હેઠળ સરકાર દ્વારા શત્રુ સંપત્તિની હરાજી કરી શકાય છે.
  • શત્રુ સંપત્તિ પર કોઈપણ પ્રકારના દાવાને અવકાશ નથી.
  • વર્ષ 2017 માં આ શત્રુ સંપત્તિ કાયદામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા.

સૈફ અલી ખાનની મિલકત શત્રુ સંપત્તિ કાયદામાં કેમ અટવાઈ ગઈ છે?

ભોપાલના છેલ્લા નવાબ હમીદુલ્લાહ ખાનને ત્રણ પુત્રીઓ હતી. મોટી દીકરી આબિદા સુલતાન 1950 માં પાકિસ્તાન સ્થળાંતર કરી ગઈ હતી. બીજી પુત્રી સાજિદા સુલતાના ભારતમાં રહી અને નવાબ ઇફ્તિખાર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા અને મિલકતના કાયદેસર વારસદાર બન્યા હતા. સાજિદા સુલતાનાના પૌત્ર સૈફ અલી ખાન છે જેમને આ મિલકતોનો એક ભાગ વારસામાં મળ્યો છે. તેમની દાદીની મોટી બહેન આબિદા સુલતાના પાકિસ્તાન જવાને કારણે તેમની મિલકત દુશ્મન સંપત્તિ અધિનિયમ હેઠળ સરકારના દાવાનું કેન્દ્ર બની ગઈ છે. સૈફે ઘણીવાર પરિવારના પટૌડી પેલેસને પાછો મેળવવાની વાત કરી છે, જે તેના પિતા, સ્વર્ગસ્થ મન્સૂર અલી ખાન પટૌડીએ એક હોટલ ચેઇનને ભાડે આપ્યો હતો.

સૈફ અલી ખાને વર્ષ 2021 માં બોલિવૂડ હંગામાને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “મારા પિતાએ તેને ભાડે આપ્યું હતું અને ફ્રાન્સિસ (વેકઝિયાર્ગ) અને અમન (નાથ) એ મિલકતની સારી સંભાળ રાખી હતી. મારી માતા (શર્મિલા ટાગોર) નું ત્યાં એક કોટેજ છે અને તે ત્યાં હંમેશા ખૂબ જ આરામદાયક રહેતી હતી. “મારે તે પાછું ખરીદવાની જરૂર નહોતી કારણ કે તે પહેલેથી જ મારું હતું”.

પટૌડી પેલેસનો માલિક સૈફ અલી ખાન છે

સૈફ હવે આ મહેલનો ઉપયોગ તેના ઉનાળાના ઘર તરીકે કરે છે, અને ઘણીવાર તેને શૂટિંગ માટે ભાડે આપે છે. હાઉસિંગ.કોમ સાથેના તાજેતરના ઇન્ટરવ્યુમાં, તેની બહેન સોહાએ મહેલના ઇતિહાસ વિશે કેટલીક વધુ વિગતો શેર કરી અને કહ્યું કે સૈફ તેનો માલિક છે. સોહાએ ખુલાસો કર્યો કે તેની દાદી સાજીદા સુલતાન ભોપાલની બેગમ હતી અને તેના દાદા પટૌડીના નવાબ હતા. તે ઘણા વર્ષોથી તેના પ્રેમમાં હતા પરંતુ તેના પિતા આ લગ્ન માટે તૈયાર નહોતા. સોહાએ કહ્યું, “પટૌડી પેલેસ તેના સસરાને પ્રભાવિત કરવા માટે બનાવવામાં આવ્યો હતો. તેમણે 1935 માં લગ્ન કરવા માટે તેને બનાવડાવ્યું હતું. તે તેના સસરાને પ્રભાવિત કરવા માંગતો હતા પણ તે બનાવતા અધવચ્ચે જ તેમના પૈસા ખતમ થઈ ગયા! તો જ્યારે તમે ત્યાં જશો ત્યારે તમે જોશો કે ત્યાં ઘણા બધા કાર્પેટ છે અને તેમાંથી કેટલાક નીચે માર્બલ ફ્લોરિંગ છે પરંતુ તેમાંથી ઘણામાં સામાન્ય સિમેન્ટ છે કારણ કે તેમની પાસે પૈસા ખતમ થઈ ગયા હતા.

આ પણ વાંચો: મહા કુંભ મેળામાં 100 થી વધુ ભક્તોને હાર્ટ એટેક આવ્યો

શર્મિલા ટાગોર પટૌડી પેલેસનો હિસાબ-કિતાબ સંભાળે છે

સોહાએ એ પણ ખુલાસો કર્યો કે તેની માતા શર્મિલા ટાગોર બધો હિસાબ-કિતાબ સંભાળે છે. સોહાએ કહ્યું, “મારી માતા પોતાના ખાતા લઈને બેઠી છે; તેઓ દૈનિક ખર્ચ અને માસિક ખર્ચ જાણે છે. ઉદાહરણ તરીકે અમે પટૌડી પેલેસને સફેદ રંગ કરીએ છીએ કારણ કે તે ખૂબ સસ્તું છે. અને અમે ઘણા સમયથી કંઈ નવું ખરીદ્યું નથી.”

સૈફ અલી ખાન પર છરીથી હુમલો થયો હતો

તમને જણાવી દઈએ કે 16 જાન્યુઆરીના રોજ સૈફ અલી ખાન પર તેમના મુંબઈ સ્થિત ઘરમાં છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સૈફ અલી ખાન ઘાયલ થયો હતો. કથિત રીતે એક ચોર સૈફના ઘરે આવ્યો હતો, સૈફે તેના પુત્ર જેહને બચાવવા માટે તેને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો પરંતુ હુમલાખોરે અભિનેતા પર હુમલો કર્યો. હુમલામાં સૈફ અલી ખાનને છ જગ્યાએ ઈજા થઈ હતી, જેમાંથી બે જગ્યાએ ઊંડા ઘા હતા. સૈફને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. મંગળવારે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ