scorecardresearch

Grammy Award 2023: રિકી કેજને ત્રીજી વખત આ એવોર્ડથી નવાજવામાં આવ્યા

Grammy Award 2023: ભારતના રિકી કેજને ગ્રેમી એવોર્ડસ 2023થી આલ્બમ ડિવાઈન ટાઈડ્સ માટે નવાજવામાં આવ્યા હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે.

ગ્રેમી એવોર્ડ
ભારતના રિકી કેજે ગ્રેમી એવોર્ડ 2023 જીત્યો છે

ગ્રેમી એવોર્ડસ 2023નું આજે 6 ફેબ્રુઆરીના રોજ જીવંત પ્રસારણ થઇ રહ્યું છે. જેમાં ફરી એક વખત ભારતનો પરચમ લહેરાયો છે. ભારતના રિકી કેજે ગ્રેમી એવોર્ડ જીત્યો છે. તેમને આ એવોર્ડ તેમના આલ્બમ ડિવાઈન ટાઈડ્સ માટે આપવામાં આવ્યો છે.

રિકી કેજનું આ આલ્બમ બેસ્ટ ઇમર્સિવ ઓડિયો આલ્બમ કેટેગરીમાં નોમિનેટ થયું હતું. તેમણે પોતાનો એવોર્ડ બ્રિટિશ રોક બેન્ડ ધ પોલીસના ડ્રમર સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે શેર કર્યો છે. સંજોગોવશાત સ્ટુઅર્ટ કોપલેન્ડે આ આલ્બમમાં રિકી સાથે સહયોગ કર્યો હતો. 65મા ગ્રેમી એવોર્ડ્સમાં બંનેએ શ્રેષ્ઠ ઈમર્સિવ ઓડિયો આલ્બમ શ્રેણીમાં ગ્રામોફોન ટ્રોફી જીતી છે.

રિકી કેજને પ્રથમવાર 2015માં આ એવોર્ડથી નવાજવામાં આવ્યા

જાણીતા મ્યૂઝિક કંપોઝર રિકી કેજે પ્રથમ વખત વર્ષ 2015માં તેમના આલ્બમ ‘વિન્ડ્સ ઓફ સમસારા’ માટે આ એવોર્ડ જીત્યો હતો. 2015માં આ સન્માન મેળવ્યા બાદ રિકીને ફરી એક વખત વર્ષ 2022 માં ‘ડિવાઈન ટાઈડ્સ’ આલ્બમ માટે ‘બેસ્ટ ન્યૂ એજ આલ્બમ’ની કેટેગરીમાં સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે ગ્રેમી એવોર્ડ મળ્યો હતો.

રિકી કેજે પોતાની ખુશી વ્યક્ત કરી

આ ખુશી દરેક સાથે શેર કરતા રિકી કેજે પોતાના ટ્વીટર પર કેટલીક તસવીરો પણ શેર કરી છે. જેમાં તે પોતાના હાથમાં એવોર્ડ પકડેલો નજર આવી રહ્યો છે. આ પોસ્ટ શેર કરતાં રિકીએ કેપ્શનમાં લખ્યું કે, મેં હમણાં જ ત્રીજો ગ્રેમી એવોર્ડ જીત્યો છે. હું ખૂબ જ આભારી છું. આ એવોર્ડ હું ભારતને સમર્પિત કરું છું. ભારતીય સંગીતકાર રિકી કેજે બેસ્ટ ન્યૂ એજ આલ્બમ કેટેગરીમાં તેનો બીજો ગ્રેમી એવોર્ડ જીત્યો છે.

View this post on Instagram

A post shared by Ricky Kej (@rickykej)

કોણ છે રિકી કેઝ

રિકી કેઝ અત્યાર સુધીના કરિયરમાં સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટર સહિત કેટલીય પ્રતિષ્ઠિત જગ્યા પર પ્રસ્તુતિ આપી છે. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, દુનિયાભરના 30 દેશોમાં કુલ 100 સંગીત પુરસ્કાર જીત્યા છે. રિકીને તેના કામ માટે યૂનાઈટેડ નેશન્સ ગ્લોબલ હ્યૂમૈનિટેરિયન આર્ટિસ્ટ અને યૂથ આઈકોન ઓફ ઈંડિયા માટે નોમિનેટ કરી ચૂક્યા છે. વર્ષ 2021માં રિલીઝ થયેલી તેમનો બહુચર્ચિત આલ્બમ ડિવાઈન ટાઈડ્સમાં નવ ગીત અને આઠ મ્યૂઝિક વીડિયો સામેલ છે.

Web Title: Grammy award 2023 live updates ricky kej won award devine tides album

Best of Express