કોમેડી ઇન્ડસ્ટ્રીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ‘ધ કિંગ ઓફ કોમેડી’ રાજુ શ્રીવાસ્તવના નિધન બાદ વધુ એક કોમેડિયનનું મોત થયું છે. કોમેડી ક્ષેત્રે દેશભરમાં ખૂબ લોકપ્રિય થનારા પરાગ કંસારાનું આજે વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. પરગ કંસારાએ સવારે 7 વાગ્યે અંતિમ શ્વાસ લીધાં હતા. ત્યારે આવો જાણીએ કે ‘ધ કિંગ ઓફ કોમેડીયન’ને ટક્કર આપી પરાગ કંસારા કેવી રીતે લોકપ્રિય બન્યા હતા અને દેશના છઠ્ઠા શ્રેષ્ઠ સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે નામના મેળવી હતી.
પરાગ કંસારાના જીવનનો સંઘર્ષ
પરાગ કંસારાને આ ખ્યાતિ જીંદગીના ઘણા ઉતાર ચઢાવ જોયા બાદ મળી હતી. પરાગ કંસારાને ભગવાને લોકોને હસાવવાનું વરદાન આપ્યું હતું. પરાગ કંસારાને સ્કૂલ કાળથી જ નાટક અને કોમેડીનો ભારે શોખ હતો. જેને પગલે તેઓ બાળપણથી તેના ટેલેન્ટને વધારી રહ્યાં હતા. તેઓ શાળાના નાટકોમાં અભિનય કરતા અને હંમેશા તેમા સાખી સહપાઠીઓનું ભરપૂર મનોરંજન કરતા હતા. આજુબાજુના લોકોને પણ જોવાની ખૂબ મજા આવતી હતી.
પરાગ કંસારા કોમેડી જગતનો ચમકતો ચહેરો
વડોદરામાં જન્મેલા પરાગ કંસારા કોમેડી જગતનો ચમકતો ચહેરો બની ગયો હતો. કોમડી ક્ષેત્રમાં તેના પ્રારંભના સમય વિશે વાત કરીએ તો શરૂઆતનો સમય દરેક વ્યક્તિ માટે આકરો અને સંઘર્ષનો હોય છે. એવી જ રીતે પરાગ કંસારાને પણ સંઘર્ષના સમયમાં એક કોમેડી શો કરવાના માત્ર 5 હજાર રૂપિયા મળતા હતા. જો કે તેમને આ સંઘર્ષ ચાલુ રાખતા સફળતાએ પણ તેમની સામે ઝૂકવું પડ્યું હતું. પરાગ કંસારાને લાફટર શો ચેલેન્જમાં ફાઇનાલિસ્ટ બન્યા બાદ તેમને એક કોમેડી શોના 1 લાખ ઓફર કરવામાં આવતા હતા. સાથે જ તેમને કાર લેવા અને મૂકવા માટે આવતી હતી.
સ્ટેન્ડપ અપ કોમડિયન તરીકે પ્રસિદ્ધ
પરાગ કંસારાએ સ્ટેન્ડપ અપ કોમડિયન તરીકે ખુબ પ્રસિદ્ધી મેળવી હતી. જોકે ધ ગ્રેટ ઇન્ડિયન લાફટર શોમાં સુનીલ પાલ, આશાન કુરેશી, રાજુ શ્રીવાસ્તવ, નવીન પ્રભાકર અને ભગવંત માન જેવા પ્રતિભાશાળી હાસ્ય કલાકાર સાથે સ્પર્ધા કરવી પડી હતી. જોકે તેઓ દેશના છઠ્ઠા શ્રેષ્ઠ સ્ટેન્ડઅપ કોમેડિયન બન્યાં હતા. ત્યારબાદ તેમણે ઘણા કોમેડી શોમાં હાજરી આપી હતી અને સૌથી શ્રેષ્ઠ કાર્યક્રમ કોમેડી સર્કસ હતો, જેની નિર્ણાયકો દ્વારા ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી.
પરાગ કંસારાની ભગવંત માન સાથે ખાસ મિત્રતા
ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર શોમાં પરાગ કંસારાની ભગવંત માન સાથે મિત્રતા થઈ હતી અને તે મિત્રતા હજી સુધી જોવા મળી હતી. આમ પરાગ કંસારા પંજાબના CM ભગવંત માનના પણ ખાસ મિત્ર બની ગયા હતા.
પરાગ કંસારા પાસે અદ્ભુત કળા
પ્રચલિત કોમેડિયન કપિલ શર્મા અને જોની લિવરની જેમ પરાગે પણ ‘ઉલ્ટા સોચો’ ટેગલાઇન બનાવી હતી. કોમેડી ક્ષેત્રમાં 22 વર્ષનો અનુભવ અને 5000 શોઝ સાથે પરાગ કંસારા માઇક પકડે પછી તરંત જ પ્રેક્ષકો સાથે જોડાઇ જતાં હતા. પ્રેક્ષકો સાથે પોતાને ઢાળવાની તેમની પાસે અદ્ભૂત કળા હતી. ટીટીવી શો હોસ્ટ કરવા, પાર્ટીઓ કે ઈવેન્ટ્સમાં પરફોર્મ કરવાનું હોય, પરાગ ચોક્કસપણે હસાવતા હતા.
દીકરીએ કરી પિતાની અંતિમવિધિ
વડોદરાના ભાયલી વિસ્તારમાં રહેતી પરાગ કંસારાની દીકરી ગ્રીવા કંસારાએ જણાવ્યું હતું કે, મારા પિતાએ જ્યાર્થી રાજુ શ્રીવાસ્તવના નિધનના સમાચાર સાંભળ્યા ત્યારથી ડિસ્ટર્બ થઈ ગયા હતા. તેઓ રાજુ શ્રીવાસ્તવના બેસણામાં ગયા હતા અને પરત આવ્યા ત્યારથી તેમની હેલ્થ ખરાબ થવા લાગી હતી. તેમણે રાજુ શ્રીવાસ્તવના નિધનને ખૂબ જ દિલ પર લગાવી દીધુ હતુ. ડોક્ટરે રિપોર્ટ કરીને કહ્યું કે, કફ છે તમે હોસ્પિટલમાં દાખલ થઈ જાવ. તો મારા પિતાએ કહ્યું કે, આજે રાત પડી ગઈ છે. હું, આજે નહીં પણ કાલે સવારે એડમિટ થઈ જઇશ. પરંતુ મારા પિતા સવારે ઊંઘમાંથી ઉઠ્યા જ નહીં.