Ajay Devgan Movie: ‘કૈથી’ અને ‘દ્રશ્યમ’ની રિમેક બાદ અજય દેવગણે હવે નવી ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. વર્ષ 2023માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘વશ’એ શાનદાર બિઝનેસ કર્યો હતો અને હવે અજય દેવગણે આ સાયકોથ્રીલર સીરીઝની હિન્દી રીમેક બનાવશે તેવા સમાચાર સામે આવ્યાં છે. ખાસ વાત એ છે કે આમાં તેની સાથે આર. માધવન પણ જોવા મળશે. અજય દેવગણ થોડા સમય પહેલા બોક્સ ઓફિસ પર ‘ભોલા’ લઈને આવ્યા હતા. જે બિઝનેસની દૃષ્ટિએ એવરેજ સાબિત થઈ હતી. અગાઉ તેમની ‘દ્રશ્યમ 2’ સુપરહિટ રહી હતી. જોકે હાલ તો ગુજરાતી ફિલ્મ વશની રિમેક બોલિવૂડમાં બનતી હોવાને પગલે ગૌરવ લેવા જેવી જ બાબત સાબિત થઇ છે.
ક્રિષ્નદેવ યાજ્ઞિકે બનાવી હતી “વશ”
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અલગ જ પ્રકારની ફિલ્મો આપવા માટે ક્રિષ્નદેવ યાજ્ઞિક જાણીતા છે. વશ તેમાંની એક ફિલ્મ છે જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મમાં હિતેનકુમારનો અભિનય શાનદાર રહ્યો હતો અને મુખ્ય રોલમાં જાનકી બોડીવાલા છવાઇ ગઇ હતી. તો ફિલ્મમાં હિતુ કનોડિયા અને નિલમ પંચાલનો પણ દમદાર અભિનય જોવા મળ્યો હતો. આ ફિલ્મના ટ્રેલરમાં “હું માણસ નથી, રાક્ષસ છું,” હિતેન કુમારનો ડાયલોગ તેમના અલગ પાત્રની છાપ દર્શકો પર છોડી ગયો હતો અને હવે કદાચ અજય દેવગણના મુખેથી આ ડાયલોગ સાંભળવા મળી શકે છે. ટૂંક સમયમાં સ્ટારકાસ્ટ અને ટીમ આ ફિલ્મ પર કામ કરવાનું શરૂ કરશે.
મળતી માહિતી અનુસાર અજય દેવગન જૂનમાં ‘વશ’ રિમેકનું શૂટિંગ શરૂ કરશે. તેનું શૂટિંગ મૈસુર, લંડનથી મુંબઈ સુધી કરવામાં આવશે. જો અજય દેવગન, કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક તેને પ્રોડ્યુસ કરે તો તે સીધો વિકાસની ચર્ચા હશે.
અજય દેવગનની આગામી ફિલ્મો
અજય દેવગનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં જ ફિલ્મ મેદાન સાથે આવી રહ્યો છે જે જૂન 2023માં રિલીઝ થશે. આ સિવાય અભિનેતા ‘ચાણક્ય’ અને ‘રેઈડ 2’ જેવી ફિલ્મોમાં પણ કામ કરી રહ્યો છે. જો કે, તેમની જાહેરાત થવાની બાકી છે.