ડોક્યુમેન્ટ્રી ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ દ્વારા 2023માં દેશને પ્રથમ ઓસ્કાર એવોર્ડ અપાવનાર ગુનીત મોંગાનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગુનીત મોંગાએ 4 મેના રોજ આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે, પ્રતિષ્ઠિત પુરસ્કાર જીતવાથી બેકિંગ ફિલ્મોની વાત આવે ત્યારે કોઈ વધારાનું દબાણ થતું નથી. તેમજ તે “એવોર્ડ માટે સામગ્રી બનાવતી નથી”.
વાસ્તવમાં ગુનીત મોંગાને મુંબઇ સ્થિત તેનો આગામી પ્રોજેક્ટ કથલના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં પૂછવામાં આવ્યું હતું કે, શું ઓસ્કાર જીત્યા પછી દબાણ વધી ગયું છે? ગુનીતે આ સવાલનો જવાબ ના આપ્યો હતો. જો કે અમે એ માટે તૈયાર છીએ. સાચું કહું તો બસ આપણે એટલું કરી શકીએ કે પ્રતિદિન સવારે ઉઠીને એ કહાની પ્રત્યે ઇમાનદાર રહીએ જે આપણે જણાવી છીએ. આ સાથે ગુનીત મોંગાએ કહ્યું કે, બધા પુરસ્કાર આપણા નિયંત્રણં હોતા નથી. તેમજ દરેક ફિલ્મની પોતાની એક સફર હોય છે. તમે માત્ર સિનેમાનો એક ભાગ બનવો છો કારણ કે તમને તે કહાની ગમતી હોય છે.
વધુમાં ગુનીત મોંગાએ એ વાત પર ભાર આપતા કહ્યું હતું કે, એક ફિલ્મ બનાવવા માટે જેટલા વર્ષો લાગે છે, “ત્યારે તમારે એ કહાનીને દરરોજ પ્રેમ કરવો પડશે. તે ત્રણ-ચાર વર્ષની પ્રેમની મહેનત છે,”.
આ ઉપરાંત ગુનીત મોંગાએ જણાવ્યું કે, જ્યારે તે એક ફિલ્મનું નિર્માણ કરે છે તો સર્વપ્રથમ એ સુનિશ્વિત કરે છે કે, “દર્શકોનો સમય ઓછો ન થાય. તેમજ જ્યારે પણ ફિલ્મ રિલીઝ થાય ત્યારે તમે ત્યાં જઈને તેનો આનંદ માણવા માટે સક્ષમ હોવ. કારણ કે અમે તમારા સમયને હલકામાં લેતા નથી. સાથે જ અમે એ પણ ખાતરી કરીએ છીએ કે સામગ્રી તે સમયને લાયક હોય.
આ સિવાય અમે વધારે દબાણ લેતા નથી કારણ કે અમે એ વાત સારી રીતે જાણીએ છીએ કે, અમે અમારી કહાની પર પૂરી ઇમાનદારી સાથે કામ કર્યું છે અને અમે એ બધુ કર્યું છે જે અમે કરી શકતા હતા.
નવોદિત દિગ્દર્શક યશોવર્ધન મિશ્રા દ્વારા નિર્દેશિત, કથલમાં સાન્યા મલ્હોત્રા, વિજય રાજ, અનંત જોશી, રાજપાલ યાદવ અને નેહા સરાફ સહિત સ્ટાર્સ સામેલ છે. આ ફિલ્મ 19 મેથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.