હિન્દી સિનેમાના પ્રખ્યાત અને એક સાથે કિલ્લો સોનું પહેરનાર ગાયક બપ્પી લાહિરી ભલે આજે આપણી વચ્ચે નથી રહ્યા. પરંતુ તેમના ગીતો અને તે સંબંધિત કિસ્સાઓ હંમેશા લોકમુખે સંભળાતા રહેશે. ત્યારે એવા પીઢ કલાકાર બપ્પી લાહિરીનો 70મો જન્મદિવસ છે. બપ્પી લાહિરીનો જન્મ 27 નવેમ્બર 1952ના રોજ પશ્ચિમ બંગાળમાં થયો હતો. બપ્પી લાહિરીનું સાચું નામ બહુ ઓછા લોકો જાણતા હશે. તેમનું સાચું નામ અલોકેશ લાહિરી હતું. તેમના પિતા જાણીતા ગાયક હતા જ્યારે તેમની માતા સંગીતકાર અને ગાયિકા હતા, જેના પરિણામે તેમને સંગીત વારસામાં મળ્યું હતું.
‘ડિસ્કો કિંગ’ની યાદગાર સફર
બપ્પી લાહિરી ડિસ્કો પ્રકારના ગીતોના સર્જક તરીકે પ્રચલિત હતા. જેના કારણે તેમને ‘ડિસ્કો કિંગ’ પણ કહેવામાં આવે છે. બપ્પી દાએ બોલિવૂડને એકથી એક હિટ ગીતો આપ્યા છે. બપ્પી હંમેશા ફિલ્મોમાં અલગ અવાજ અને સંગીત માટે જાણીતા છે. આ સિવાય તેમની ઓળખ તેમના સોનાના ઘરેણાથી પણ થાય છે.
સંગીતકારની કારકિર્દીનો પ્રારંભ
બપ્પી દાએ માત્ર 17 વર્ષની ઉંમરે બંગાળી ફિલ્મ ‘દાદુ’થી સંગીતકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી વર્ષ 1975માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝખ્મી’થી તેનું નસીબ ચમક્યું. આ ફિલ્મના ગીત ‘આઓ તુમ્હે ચાંદ પે લે જાયેં’ અને ‘જલતા હૈ જિયા મેરા’ ખૂબ જ લોકપ્રિય થયા હતા. આ પછી અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘નમક હલાલ’નું ગીત ‘પગ ઘૂંગરુ બંધ મીરા નચી થી’ હિટ રહ્યું હતું. ત્યારે વર્ષ 1983માં રીલિઝ થયેલી, મિથુન ચક્રવર્તી અભિનીત ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’ તેની કારકિર્દીમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ. જેમાં તેના ‘હું ડિસ્કો ડાન્સર’, ‘જીમી જીમી આ જા’ જેવા ડિસ્કો ગીતો આજે પણ દર્શકોને ખુબ પસંદ છે. આ સિવાય ‘તમ્મા તમ્મા લોગે’, ‘દે દે પ્યાર દે’, ‘રાત બાકી બાત બાકી’, ‘આજ રાપટ જાયે’, ઉ લા લા’, ‘ઇંતહા હો ગયી ઇન્તેઝાર કી’ જેવા ગીતોએ તેને લોકપ્રિય બનાવ્યા. મહત્વનું છે કે, બપ્પી દાએ 9000થી વધુ ગીતો રચ્યા હતા.
બપ્પી દાના નામે વલર્ડ રેકોર્ડ
તમને જણાવી દઇએ કે, ‘જીમી જીમી આ જા’ના નામે 45 વિદેશી ભાષાઓમાં ડબ કરવાનો વર્લ્ડ રેકોર્ડ છે. આ ઉપરાંત વર્ષ 1986માં બપ્પી દાએ 33 ફિલ્મોમાં 180 ગીતો ગાયા હતા. આ રકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલો છે.
બપ્પી દાની રાજકીય સફર
ગીતકાર બપ્પી લાહિરીએ રાજકારણમાં પણ કિસ્મત ચમકાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમને બીજેપીએ (BJP) વર્ષ 2014માં સામાન્ય ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની શ્રીરામપુર લોકસભા બેઠક પરથી ટિકીટ આપી મેદાને ઉતાર્યા હતા. જોકે તેઓ ચૂંટણી જીતી શક્યા ન હતા. તમને જણાવી દઇએ કે વર્ષ 2018માં બપ્પી લાહિરીને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યાં હતા. આ સાથે વર્ષ 2012માં તેનું ગીત ‘ઉ લાલા ઉ લાલા’ ને ‘બેસ્ટ આઇટમ સોન્ગ ઓફ ધ યર’ એવોર્ડ આપવામાં આવ્યો હતો.