બોલિવૂડમાં મલ્ટીટેલેન્ટેડ તરીકે ઓળખ ધરાવનાર એવા મહાન કલાકાર જાવેદ જાફરી આજે 4 ડિસેમ્બરના રોજ તેનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. જાવેદ જાફરી ગાયક, કોરિયોગ્રાફર, વીજે તેમજ જાહેરાત નિર્માતા તરીકે પોતાની આગવી ઓળખ બનાવી છે.અભિનેતા બહુ પ્રતિભાશાળી કલાકાર તરીકે તરીકે ઓળખ ધરાવે છે. જાવેદ જાફરીએ વર્ષ 1985માં ફિલ્મ ‘જંગ’થી પોતાની ફિલ્મી કાર્કિર્દીનો પ્રારંભ કર્યો હતો. જેમાં અભિનેતાએ નકારાત્મક પાત્ર ભજવ્યું હતું.
જાવેદ જાફરીનો જન્મ 4 ડિસેમ્બર 1963ના રોજ મુંબઈમાં થયો હતો. તેમનું સાચું નામ સૈયદ જાવેદ અહેમદ જાફરી છે. તે બોલિવૂડના પીઢ કોમેડિયન-એક્ટર જગદીપ જાફરીનો પુત્ર છે. આજે અભિનેતાના જન્મદિવસના અવસર પર અભિનેતાના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો અંગે વાત કરીએ.
જાવેદ જાફરીના તેના પિતા સાથેના સંબંધો ખાસ સારા ન હતા. હકીકતમાં જાવેદના પિતા જગદીપને જુગાર અને દારૂ પીવાની ખૂબ જ ખરાબ આદત હતી.જોકેઅભિનેતાના પિતાએ આ લત છોડી દીધી હતી.પરંતુ ફરી તેને દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું. આ આદતોને કારણે જાવેદ તેના પિતાથી ચીડચીડ્યો રહેવા લાગ્યો હતો.
જાવેદ જાફરીની રાજકીય સફરની વાત કરીએ તો વર્ષ 2014ની લોકસભા ચૂંટણીથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ આમ આદમી પાર્ટીની ટિકિટ પર લખનઉથી ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહ સામે ચૂંટણી લડ્યા હતા. જોકે અહીં તેઓ ચૂંટણી જીતી શક્યા ન હતા.જાવેદ જાફરી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. તેના ચાહકોની સંખ્યા લાખોમાં છે.
એક કુશળ અભિનેતા હોવા ઉપરાંત જાવેદ વોઈસ ઓવર આર્ટિસ્ટ, ડાન્સર અને કોમેડિયન પણ છે. તેણે મિકી માઉસથી લઈને ગૂફી અને ડોન કાર્નેજ સુધીના આંતરરાષ્ટ્રીય કાર્ટૂન માટે પણ અવાજો ડબ કર્યા છે. ‘ઓ ડાર્લિંગ યે હૈ ઈન્ડિયા’, ‘અર્થ’, ‘ગેંગ’, ‘જજંતરમ મમતરમ’, ‘સલામ નમસ્તે’, ‘તા રા રમ પમ’, ‘ધમાલ’, ‘સિંગ ઈઝ કિંગ’, ‘3 ઈડિયટ્સ’, ‘કમબખ્ત ઈશ્ક’, ‘લફંગે પરિન્દે’, ‘ધમાલ સીરિઝ’, ‘બેશરમ’,’વાર છોડ ના યાર’, ‘બાલા’ જેવી ફિલ્મોમાં અભિનય કરી દર્શકોના દિલ પર પોતાના અભિનયની છાપ છોડી છે.
ફિલ્મોમાં અભિનય ઉપરાંત જાવેદે એપિક ચેનલ પર પ્રસારિત ‘વન્સ મોર વિથ જાવેદ જાફરી’ અને ‘બેક ટુ ફ્લેશબેક’ અને ફિલ્મફેર, સ્ક્રીન, આઈફા જેવા એવોર્ડ શોને હોસ્ટ કર્યા હતા.આ સાથે વર્ષ 1996થી 2014 દરમિયાન સોની ટીવી પર પ્રસારિત થતા ડાન્સ શો ‘બૂગી વૂગી’ના જજ પણ હતા. આ શો ઘણો ફેમસ થયો હતો.
આ પણ વાંચો: શું છે રોનક કામદાર-દીક્ષા જોશીના સંબંધની લકીરો? જુઓ ટ્રેલર, આ છે ફિલ્મની વિશેષતા
જણાવી દઈએ કે જાવેદ જાફરીએ 1989માં અભિનેત્રી જેબા બખ્તિયાર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ એક વર્ષ બાદ જ બંને અલગ થઈ ગયા હતા. આ પછી જાવેદે 1991માં હબીબા જાફરી સાથે લગ્ન કર્યા. તેમને ત્રણ બાળકો છે અલાવિયા જાફરી, મીઝાન જાફરી અને અબ્બાસ જાફરી.