હેરી બેલાફોન્ટેનું ન્યૂયોર્ક ખાતે 96 વર્ષની વયે નિધન થયુ છે. તેમનું અવસાન હાર્ટ ફેલ્યોરના કારણે થયુ છે. તેઓ સામાજીક ન્યાય, નાગરિક અધિકારો અને મનોરંજન જગતના દિગ્ગજ કલાકાર હતા. તેમણે ગ્રાઉન્ડબ્રેકિંગ અભિનેતા અને ગાયક તરીકે શરૂઆત કરી હતી અને ત્યારબાદ સોશિયલ એક્ટિવિસ્ટ બન્યા હતા.
તેના ઝળહળતા, સુંદર ચહેરા અને મધુર અવાજની ખુબી ધરાવતા હેરી બેલાફોન્ટે પ્રથમ અશ્વેત કલાકારો પૈકીના એક હતા જેમની ફિલ્મના કરોડો ચાહકો હતા અને ગાયક તરીકે 10 લાખ રેકોર્ડ વેચ્યા હતા. લોકો હજી પણ હેરી બેલાફોન્ટે તેના સૌથી લોકપ્રિય સિગ્નેચર સોંગ “બનાના બોટ સોંગ” (Banana Boat Song (Day-O) અને “ડે-ઓ” (“Day-O! Daaaaay-O”) માટે યાદ કરે છે. તેમણે કાર્મેન જોન્સ (1954), આઇલેન્ડ ઇન ધ સન (1957), અને ઓડ્સ અગેઇન્સ્ટ ટુમોરો (1959) સહિત અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
હેરી બેલાફોન્ટેનો જન્મ 1 માર્ચ, 1927મા અમેરિકાના ન્યુયોર્ક ખાતે થયો હતો. તેઓ કેરેબિયન- અમેરિકન પોપ સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. બેલાફોન્ટે અભિનેતા, ગાયક અને એક્ટિવિસ્ટ પોલ રોબેસનને માર્ગદર્શક માનતા હતા, અને તેઓ 1950 અને 1960ના દાયકાના નાગરિક અધિકાર ચળવળ દરમિયાન માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની નજીકના વિશ્વાસુ હતા. તેમણે પાછળથી ઉલ્લેખ કર્યો હતો, “પોલ રોબેસન મારા પ્રથમ આઇડલ હતા, તેમ એવું પણ કહી શકો છો કે તેમણે મને એક આધાર આપ્યો હતો. અને માર્ટિન કિંગ એ એવી બીજી વ્યક્તિ હતી, જેમણે મારી આત્માને પોષ્યો હતો.”