scorecardresearch

હીરામંડી: સંજય લીલા ભણસાલી ફરી વિવાદમાં! હીરામંડી’માં ઈતિહાસ સાથે છેડછાડનો આરોપ, ભણસાલીની પ્રતિક્રિયા

Heeramndi Story: સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) ઓટીટીની દુનિયામાં વેબ સીરિઝ (Web series) હીરામંડી (Heeramandi) સાથે પ્રવેશ કરવાના છે. આ વેબ સીરિઝને લઇને તેમના પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.

heeramandi
બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક સંજય લીલા ભણસાલીની પ્રથમ વેબ સીરિઝ 'હીરામંડી'ને લઇને વિવાદ સર્જાયો

બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશકો પૈકી એક સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) ઓટીટી પર ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે. તે ‘હીરામંડી’ (Heeramandi) સાથે OTT પ્લેટફોર્મની દુનિયામાં પગ મુકવા જઈ રહ્યા છે. સીરિઝની પહેલી ઝલક શનિવારે રીલિઝ દેવામાં આવી છે. આ દરમિયાન ડિરેક્ટરને વિવાદનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે, સંજય લીલા ભણસાલીની લગભગ ફિલ્મોને વિવાદોનો સામનો કરવો પડ્યો છે. જેમાં રામ લીલા, પદ્માવત, બાજીરાવ મસ્તાની,ક ગંગુબાઇ કાઠિયાવાડી વગેરે. જો કે એ પણ તથ્ય છે કે, ભલે તેમની ફિલ્મનો ગમે તેટલો વિરોધ થયો હોય, પણ આખરે તો તે હિટ જ જાય છે.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

હવે સંજય લીલા ભણસાલીની પ્રથમ વેબ સીરિઝ ‘હીરામંડી’ને લઇને વિવાદ સર્જાયો છે. આ વેબ સીરિઝને લઇને તેમના પર સીરિઝ માટે ઈતિહાસને વિકૃત કરવાનો આરોપ છે. આ વખતે સંજયે તે ફરિયાદને લઈને મૌન તોડ્યું છે. અને ટીકાકારોને જવાબ આપ્યો છે.

હીરામંડીનો ફસ્ટ લુક

હીરામંડી (Heeramandi) એક એવી દુનિયા છે જ્યાં દરબારી રાણીઓ છે. સિરીઝના પહેલા ટીઝરમાં માયાનગરીની છ સુંદરીઓ શાહી પોશાકમાં જોવા મળી રહી છે. તે સોનાના આભૂષણો સાથે સોનેરી રંગના ડ્રેસમાં જોવા મળે છે. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત, ‘બાજીરાવ મસ્તાની’, ‘પદ્માવત’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને દર્શકો અને વિવેચકોએ ખૂબ વખાણી હતી. આ ફિલ્મો દેશમાં જ નહીં વિદેશમાં પણ લોકપ્રિય બની હતી. ડિરેક્ટરે વેબ સિરીઝની દુનિયામાં પગ મૂકવા માટે ઇતિહાસ આધારિત વિષય પસંદ કર્યો છે. ‘હીરામંડી’ની સ્ક્રિપ્ટ આઝાદી પૂર્વેના ભારતમાં ગણિકાઓની ત્રણ પેઢીઓની જીવનકથા પર આધારિત છે.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

આ વિવાદ પર સંજય લીલા ભણસાલીએ તોડ્યું મૌન

નિર્દેશક પર પટકથાને ખાતર ઈતિહાસને વિકૃત કરવાનો આરોપ છે. ફર્સ્ટ લુકના પ્રકાશનને લગતા વિવાદના જવાબમાં સંજયે કહ્યું, “ઇતિહાસ સાથે કામ કરતી વખતે સાવચેત રહેવું પડે છે . જ્યાં સુધી અમને સાચી માહિતી ન મળે ત્યાં સુધી અમે સંશોધન કરીએ છીએ. પરંતુ બાકીનું કાલ્પનિક છે! અમે આનું આર્કિટેક્ચર જોયું નથી, મેં તે સમયની સજાવટ જોઈ નથી. હું ઈતિહાસમાં જઈને માહિતી એકઠી કરું છું, પણ તે સ્તર પર નહી.” તેમણે વધુમાં કહ્યું, “હું કોઈ ડોક્યુમેન્ટરી નથી બનાવી રહ્યો. એક દિગ્દર્શક તરીકે હું ઈચ્છું છું કે પાત્રની લાગણીઓને અસર ન થાય.”

View this post on Instagram

A post shared by Saregama India (@saregama_official)

આ પણ વાંચો: #AskSrk: મને બોલિવૂડમાંથી કાઢી મુકવામાં આવશે: શાહરૂખ ખાન

ટૂંક સમયમાં હીરામંડી થશે રિલીઝ

સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) સિરીઝ ‘હીરામંડી’માં આઝાદી પહેલાના ભારતમાં વેશ્યાવૃત્તિની તસવીર રજૂ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સિરીઝ આઠ એપિસોડમાં હશે. દિગ્દર્શકે કહ્યું કે તેણે આ વિષય પર સંશોધન કર્યું અને લગભગ 14 વર્ષ સુધી સ્ક્રિપ્ટ લખી. ‘હીરામંડી’ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે.

Web Title: Heeramandi controversy sanjay leela bhansali allegation reaction

Best of Express