Hina Khan Breast Cancer Treatment: હીના ખાન સ્તન કેન્સરની પીડાદાયક સારવારમાંથી પસાર થઇ રહી છે, તેમા છતાં તેના ચહેરાની સ્માઇલ ઓછી નથી થઇ રહી. તે ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે, પરંતુ આ મુશ્કેલ સમયમાં તે હિંમતથી કામ કરી રહી છે. થોડા સમય પહેલા હીના ખાને તેના વાળ ટૂંકા કરાવ્યા હતા અને હવે તેણે તેના બધા વાળ મુંડાવી નાખ્યા છે. જી હા ! તાજેતરમાં જ સામે આવેલા વીડિયોમાં હીના કેપ પહેરેલી જોવા મળી રહી છે અને તેના માથા પર એક પણ વાળ નથી.

હીના ખાન દ્વારા પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તે સ્કીનકેરની વાત કરી રહી છે. તે તેના ચહેરા પર પિગમેન્ટેશન અને તે કેવી રીતે દૂર કરવા તેના વિશે વાત કરી રહી છે. આ વીડિયોમાં હીના ખાન માથા પર બ્લેક કલરની કેપ અને વ્હાઇટ કલરની ટી શર્ટ અને સ્કાય બ્લુ લોઅર આઉટફીટમાં દેખાય છે. આ વીડિયોમાં ચાહકોનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હોય તે બાબત છે હીના ખાનના માથા પરની કેપ છે, જેમાં જોઈ શકાય છે કે હિના ખાનના માથા પર વાળ નથી. એટલે કે કિમોથેરાપી બાદ હીના ખાને વાળ મુંડાવી લીધા છે.
તમને જણાવી દઇયે કે, હીના ખાને બ્રેસ્ટ કેન્સર થયુ હોવાની સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. ત્યારબાદ કેન્સરની સારવાર માટે કિમોથેરાપી કરાવી હતી. ત્યાર પછી એક વીડિયો હીના ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો, જેમા તે પોતાના હાથે તેના સુંદર લાંબા વાળા કાપતી દેખાય છે. આ વીડિયોમાં હીના ખાનની ગરદન પર કિમોથેરાપી બાદ નિશાન પડ્યા જોઇ શકાય છે. તાજેતરમાં જ હીના ખાનો વધુ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. આ દરમિયાન તેના માથા પર લાંબા વાળવાળી હેર વિગ હતી.

આ પણ વાંચો | શિવાની કુમારી એ બિગ બોસ ઓટીટી 3 માંથી કેટલી કમાણી કરી? દર અઠવાડિયાની ફી જાણી ચોંકી જશો
હીના ખાન માટે ફેન્સ કરી રહ્યા છે પ્રાર્થના
હીના ખાનના ચાહકોની કોઈ કમી નથી. ઈન્ડસ્ટ્રીમાં તેના મિત્રો અને ચાહકો હાલમાં તેની ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટ પર ચાહકો હીના ખાનને એક મજબૂત યુવતી ગણાવી છે અને ભગવાનને પ્રાર્થના કરી રહી છે કે તેમની પ્રિય હીના ખાન જલ્દી સ્વસ્થ થઈ જાય.





