વર્લ્ડ મોસ્ટ હેન્ડસમ અભિનેતા હ્રિતિક રોશન અને દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમજ બંને સારા મિત્રો હોવાનું પણ કહેવાય છે. તેઓ અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજાના કામમાં મદદ કરતા હોય છે. હાલમાં જ ક્રિશ સ્ટારે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પ્રિયંકા ચોપરાની ફિલ્મની પ્રશંસા કરી હોવાના સમાચાર સામે આવ્યાં છે. અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વેબ સીરિઝ ‘સિટાડેલ’માં પ્રિયંકા ચોપરાના પ્રદર્શન અંગે વાત કરી છે.
હ્રિતિક રોશને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ‘સિટાડેલનું પોસ્ટર શેર કરીને લખ્યું છે કે, ‘પ્રિયંકાને સિટાડેલમાં જોવી એ એક શાનદાર સરપ્રાઇઝ છે…શાનદાર કામ. સાથે જ અવિશ્વસનીય રૂપે મનોરંજનક શો. તેમજ સારું ડાયરેક્શન અને સ્ક્રીનપ્લે. પીસી તમે આ વખતે પણ માર ડાલા અચ્છા…ખુબ ગર્વ’. આ પછી હ્રિતિક રોશનની પ્રતિક્રિયા પર પ્રિયંકા ચોપરાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર બીજી વખત પોસ્ટ કરીને જવાબમાં લખ્યું કે, ધન્યવાહ મારા દોસ્ત.
નોંધનીય છે કે, હોલિવૂડ વેબ સીરિઝ ‘સિટાડેલ’માં પ્રિયંકા સિવાય રિચર્ડ મૈડેન, સ્ટેનલી ટુકી અને લેસ્લી મૈનવિલ પણ મુખ્ય ભુમિકામાં છે.પ્રિયંકા ચોપરાની આ વેબ સીરિઝને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રિયંકા ચોપરા હાલ જ બહેન પરિણીતી ચોપરાની સગાઇમાં હાજર રહી છે. આ દરમિયાન તે ખુબ જ ગોર્જિયસ અને હોટ લાગી રહી હતી. આ તસવીરો તેને ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કરી હતી. આ તસવીરોને થોડા જ સમયમાં લાખો લાઇક્સ મળી ગઇ હતી.