Bigg Boss 17 : લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ સિઝન 17ની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. હાલમાં જ બિગ બોસ OTT 2 ખત્તમ થયું છે. આ સીઝનનો વિજેતા યુટ્યુબર એલ્વિશ યાદવને ઘોષિત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ શો ઘણો વિવાદસ્પદ છે છતાં દર્શકોને ખુબ પસંદ છે. તેવામાં આ શો ક્યારથી પ્રારંભ થાય છે?
ટેલી ચક્કરના અહેવાલ અનુસાર, બિગ બોસ સીઝન 17 આગામી 30 સપ્ટેમ્બરના રોજ કલર્સ ચેનલ પર પ્રસારિત થશે. બિગ બોસ સીઝન 17 બહેદ ખાસ હશે. જો કે હાલ તો શોના સ્પર્ધકોની યાદી સામે આવી છે. જે પૈકી ત્રણ નામ પર ફાઇનલ મુહર લાગી ગઇ હોવાનું જાણવા મળ્યું છે.
બિગ બોસ સીઝન 17માં એલિસ કૌશિક, કંવર ઢિલ્લો, સમર્થ જુરલની એન્ટ્રી પાક્કી થઇ ગય હોય તેવા સમાચાર પ્રત્યક્ષ આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, એલિસ અને કંવર એક સાથે ટીવી સીરિયલ પંડ્યા સ્ટોરમાં જોવા મળ્યા હતા. આ સિવાય એવા સમાચાર સામે આવ્યાં છે કે, બિગ બોસ 16ના કંટેસ્ટન્ટ જિયા શંકર, મનીષા રાની, અભિષેક મલ્હોનના નામ સામે આવ્યા છે.
આ સાથે નીલ ભટ્ટ, કનિકા માન, સુનંદા શર્મા, ગિયા માનેક, અરજીત તનેજા, અનુરાગ ડોભાલ પણ બિગ બોસની સીઝન 16માં જોવા મળી શકે છે. મીડિયા અહેવાલ પર વિશ્વાસ કરીએ તો આ વખતે Bigg Boss 2 દરેક સીઝન કરતા વધુ રોમાંચિત હશે.





