Ileana DCruz Pregnancy: ઇલિયાના ડીક્રુઝે એપ્રિલ મહિનામાં ઇન્સ્ટાગ્રામ પર પોતે પ્રગેનેંટ હોવાની ખુશ ખબર આપી હતી. આ પછી ઇલિયાના પોતાની પ્રેગ્નન્સીની જર્નીની ઝલક પોતના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરતી રહે છે. ત્યારે હાલ ઇલિયાના ડિક્રુઝે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી છે.
36 વર્ષની અભિનેત્રી ઇલિયાનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે તેના પેટ ડોગ સાથે બેડ પર આરામ કરતી જોવા મળે છે. સાથે જ કોફીની ચૂસકી લેતી વખતે ગાઉન પહેરેલી જોવા મળી હતી. વીડિયોમાં ઇલિયાનાએ તેના બેબી બમ્પની ઝલક પણ બતાવી અને કેપ્શન આપ્યું, “જિંદગી હાલ હીં મેં.”

થોડા અઠવાડિયા પહેલા, ઇલિયાનાએ તેની પ્રેગ્નન્સીની ક્રેવિંગ્સની ઝલક શેર કરી હતી અને તેની બહેન દ્વારા બનાવેલી કેકની તસવીર પોસ્ટ કરી હતી. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં, ઇલિયાના એક IVF હોસ્પિટલમાંથી બહાર આવતી જોવા મળી હતી, જેણે સોશિયલ મીડિયા પર ઘણી અટકળોને જન્મ આપ્યો હતો. જો કે અભિનેત્રીએ હજુ સુધી તેના ભાવિ બાળકના પિતા અંગે કોઇ માહિતી આપી નથી.
મહત્વનું છે કે, જ્યારે ઇલિયાના ડીક્રુઝે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી ત્યારે સૌ કોઇના મનમાં એક જ સવાલ થતો કે, આખરે એ બાળકના પિતા કોણ છે? જો કે તેના પર તો હજુ જ રહસ્ય જળવાયુ છે.
ઇલિયાના તેના અંગત જીવનને ખૂબ જ ખાનગી રાખે છે. અગાઉ એવી અટકળો હતી કે ઇલિયાનાને કેટરિના કૈફના ભાઇ અને લંડન સ્થિત મોડલ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલના ફરીથી પ્રેમમાં છે. બંને કેટરીના અને વિકી સાથે માલદીવમાં રજાઓ ગાળવા ગયા હતા. જો કે તેમના રોમેન્ટિક સંબંધોની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.ઈલિયાના અગાઉ ફોટોગ્રાફર એન્ડ્ર્યુ નીબોન સાથે ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતી.