scorecardresearch

ઇલિયાના ડિક્રુઝ એ આપ્યા ગુડ ન્યૂઝ, લગ્ન પહેલા જ કરી પ્રેગ્નન્સીની વાત, કેટરીના કૈફના ભાઇ સાથે ડેટ કરતી હોવાની ચર્ચા

ileana Dcurz Pregnant: ઇલિયાનાએ બે તસવીરો શેર કરીને પોતાના ફેન્સને પોતાની પ્રેગ્નન્સીના સમાચાર આપ્યા છે. આ પોસ્ટમાં તેણે જણાવ્યું હતું કે, તે જલ્દી જ તેના પહેલા બાળકનું સ્વાગત કરવા તૈયાર છે.

Ileana D Cruz | Ileana Dcruz Photo | Ileana D Cruz Pregnancy | ઇલિયાના ડિક્રુઝ
Ileana Dcruz : ઇલિયાના ડિ ક્રુઝે લગ્ન પહેલા જ આપ્યા ગૂડ ન્યૂઝઝ…

Ileana DCruz Pregnancy : અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝે સાઉથ ઇન્ડસ્ટ્રીથી લઇને બોલિવૂડની ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ કરીને લોકોના દિલમાં પોતાનું નામ સ્થાન બનાવ્યું છે. ત્યારે તાજેતરમાં ઇલિયાનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરીને ફેન્સને મોટી ખુશ ખુબરી આપી છે. અભિનેત્રીએ પોતાના ફેન્સને પોતાની પ્રેગ્નન્સીના સમાચાર આપ્યા છે. આ પોસ્ટમાં તેણે જણાવ્યું હતું કે, તે જલ્દી જ તેના પહેલા બાળકનું સ્વાગત કરવા તત્પર છે. આ પછી લોકોમાં ભારે કૂતુહલ છે કે, બાળકનો પિતા કોણ છે? તો જાણો આ અહેવાલમાં તેનું નામ અને તે કોણ છે?

ઇલિયાના ડીક્રુઝે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોની વાત કરીએ તો બંને તસવીરો બ્લેક એન્ડ વ્હાઇટ છે. પહેલા ફોટોમાં એક નાના બાળકનું આઉટફિટ રાખવામાં આવ્યું છે, જેના પર લખ્યું છે, અબ એડવેન્ચર શુરુ હો ગયા હૈ.

આ સિવાય અભિનેત્રીએ બીજી એક તસવીર શેર કરી છે, જે પેન્ડન્ટની છે જેના પર ‘મમ્મા’ લખેલું છે. આ બંને તસવીરો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, ટૂંક સમયમાં આવી રહ્યું છે, નાના પ્રિયતમને મળવાની રાહ જોઈ શકતો નથી.

આ ફોટો પર કોમેન્ટ કરતાં, ઇલિયાનાની માતા સમીરા ડીક્રુઝે પણ તેના પૌત્રોના આગમનના સમાચાર પર ખુશી વ્યક્ત કરતા લખ્યું, આ દુનિયામાં જલ્દી તમારું સ્વાગત છે મારી નવી ગ્રાન્ડ બેબી, તમને મળવા અધીરી છું.

સાઉથ સ્ટાર ઇલિયાનાએ તેની પ્રેગ્નેન્સીના સમાચાર તેના ફેન્સ સાથે શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયા કોમેન્ટ્સનો વરસાદ થઇ ગયો. તેના ચાહકો તેને દિલથી અભિનંદન આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી, ઓહ માય ગોડ, ખુબ ખુબ અભિનંદન. અન્ય એક યુઝરે લખ્યું કે, ખુબ ખુબ અભિનંદન, તમે ખૂબ સારા વ્યક્તિ છો. તો અન્ય યુઝરે લખ્યું કે, તમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન.

ઇલિયાનાની ગર્ભાવસ્થાના સમાચાર સાંભળીને, ચાહકો તેની આ પોસ્ટ પર હાર્ટ, ફાયર ઇમોજીસ પોસ્ટ કરીને તેના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇલિયાના ડીક્રુઝ ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્ર્યુ નીબોન સાથે રિલેશનશિપમાં હતી. એવા અહેવાલો પણ આવ્યા હતા કે, બંનેએ લગ્ન કરી લીધા હતા, પરંતુ વર્ષ 2019માં બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા.

તમને જણાવી દઈએ કે ઇલિયાના વિશે એવા રિપોર્ટ્સ હતા કે તે કેટરિના કૈફના (Katrina Kaif) કઝીન અને મોડલ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલને (Sebastian Laurent Michel) ડેટ કરી રહી છે.

આ પણ વાંચો: શાહરૂખ ખાનએ સૂપરહિટ ફિલ્મ ‘પઠાણ’ માટે કોઇ ફી નથી લીધી, છતાં કરોડોની કરી કમાણી, સમજો સંપૂર્ણ ગણિત

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જ્યારે કેટરિના કૈફ અને વિકી કૌશલ વેકેશન માટે માલદીવ ગયા હતા, તે દરમિયાન ઇલિયાના પણ તેમની સાથે હાજર હતી. જો રિપોર્ટ્સનું માનીએ, તો તે કેટરિના કૈફના કઝીન અને મોડલ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલને ડેટ કરી રહી છે. જોકે, ખુદ ઇલિયાનાએ ક્યારેય પોતાના સંબંધો વિશે વાત કરી નથી.

Web Title: Ileana dcruz pregnant husband boyfriend child instagram news

Best of Express