scorecardresearch

બાળકની લાતથી ઈલિયાના ડીક્રુઝની ઊંઘ થઈ હરામ, અભિનત્રીએ કહ્યું…

Ileana D’Cruz: ઇલિયાના ડીક્રુઝ છેલ્લા ઘણા દિવસોથી પોતાની પ્રેગ્નન્સીને લઇને ચર્ચામાં છે.

Ileana D’Cruz Pregnenc
બાળકની લાતથી ઈલિયાના ડીક્રુઝની ઊંઘ થઈ હરામ

અભિનેત્રી ઈલિયાના ડીક્રુઝ હાલ ગર્ભાવસ્થાના આ તબક્કાને ખૂબ જ માણી રહી છે. એક તરફ ઈલિયાના ડીક્રુઝના માતા બનવાના સમાચાર સાંભળીને તેના ફેન્સ ખૂબ જ ખુશ છે. કેટલાક લોકો એ પણ જાણવા માંગે છે કે તેમના બાળકના પિતા કોણ છે. ઈલિયાના ડીક્રુઝે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટલાક નવા ફોટો શેર કર્યા છે. જેમના દ્વારા તેણે તેના ગર્ભાવસ્થાના અનુભવને શેર કર્યા છે.જો કે હજુ સુધી ઈલિયાના ડીક્રુઝે એ વાતનો ખુલાસો કર્યો નથી કે બાળકના પિતાનું નામ શું છે.

ઈલિયાના ડીક્રુઝે પોતાનો એક ફોટો શેર કરતા કહ્યું કે બાળકે તેને લાત મારવાનું શરૂ કરી દીધું છે. શેર કરેલા ફોટોમાં ઇલિયાના સુતી જોવા મળી રહી છે. તેના કેપ્શનથી સ્પષ્ટ છે કે, તે ઊંઘવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તેના પેટમાં રહેલું બાળક તેને વારંવાર લાત મારી રહ્યું છે. અભિનેત્રીના કહેવા પ્રમાણે, તે સૂવા માંગે છે પરંતુ બાળક તેના પેટમાં ડાન્સ પાર્ટી કરી રહ્યું છે. શેર કરેલા ફોટોમાં ઈલિયાનાની પ્રેગ્નન્સી ગ્લો તેના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે.

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને ઇલિયાનાએ પોતાની પ્રેગ્નન્સીનો ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ એક પોસ્ટ શેર કરી હતી. જેના પર મમ્મી લખેલું હતું. તે પોસ્ટ જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સનો એક જ સવાલ હતો કે જો લગ્ન નથી થયા તો કોનું બાળક છે. જો કે, અત્યાર સુધી ઇલિયાનાએ બાળકના પિતાના નામના સમાચાર પર કોઈ નિવેદન આપ્યું નથી.

Web Title: Ileana dcruz pregnency photos share instagram news

Best of Express