scorecardresearch

અમદાવાદ ખાતે યોજાનાર IPL ઓપનિંગ સેરેમનીમાં રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયા ચમકશે

IPL 2023: રશ્મિકા અને તમન્નાની એન્ટ્રીના સમાચાર સાંભળતા જ આ પ્રથમ મેચની તમાણ ટિકીટ વેચાઇ ગઇ છે.

રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયા ફાઇલ તસવીર
રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયા ફાઇલ તસવીર

અમદાવાદ ખાતે 31 માર્ચ 2023ના રોજ આઇપીએલ (IPL) ની નવી એડીશનની શરૂઆત થઇ રહી છે. આ તકે આઇપીએલની પ્રથમ મેચના શુભારંભમાં બોલિવૂડની ફેમસ ગીતો પર બે ફેમસ અભિનેત્રીઓ ધમાલ મચાવેશ તેવા સમચાર પ્રત્યક્ષ આવ્યા છે. આવો જાણીએ એ ફેમસ અભિનેત્રી કોણ છે.

31મી માર્ચે આઈપીએલ ઓપનીંગ સેરેમનીમાં ‘પુષ્પા’ફિલ્મના ગીત ‘સામી સામી’થી દેશભરમાં ઓળખ ધરાવનાર ચુલબુલી અભિનેત્રી રશ્મિકા મંદાનાની સાથે તમન્ના ભાટીયા પરર્ફોમ કરી પ્રેક્ષકોને ઝુમતા કરશે. આ સાથે ક્રિકેટરોને તરોતાજા કરી દેશે.તેમજ પોતાની એન્ટ્રીથી મેચની રોનક અને શાન પણ વઘારી રહી છે. આઈપીએલની પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કીંગ વચ્ચેની મેચથી આઈપીએલ-2023 ના શુભારંભ સાથે ગ્લેમરની ચમક ઉમેરાશે.

આ પણ વાંચો: અક્ષય કુમાર સ્કોટલેન્ડમાં એકશન સીન શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત, થોડા સમય માટે બધુ ઠપ્પ

રશ્મિકા અને તમન્નાની એન્ટ્રીના સમાચાર સાંભળતા જ આ પ્રથમ મેચની તમાણ ટિકીટ વેચાઇ ગઇ છે. પ્રેક્ષકોથી ફૂલ એવા સ્ટેડીયમની ઓપનીંગ સેરેમનીમાં બોલીવુડ સેલીબ્રીટી રશ્મિકા મંદાનાની સાથે તમન્ના ભાટીયાના પરફોર્મન્સ નિહાળવાનો લ્હાવો ક્રિકેટ રસીકોને મળશે.

Web Title: Ipl 2023 opening ceremony in rashmika mandanna and tamanaah bhatia perfom news

Best of Express