IPL 2024 : કેમ જૂહી ચાવલા શાહરૂખ ખાન સાથે કદી IPL મેચ જોતી નથી? એક્ટ્રેસે કર્યો ખુલાસો

IPL 2024 : બોલિવૂડ સેલિબ્રિટી જૂહી ચાવલા IPL ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સની માલિક છે. હાલમાં જૂહી ચાવલાએ એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તે કેમ શાહરૂખ ખાન સાથે કદી IPL મેચ જોતી નથી તેનો ખુલાસો કર્યો હતો.

Written by mansi bhuva
Updated : April 04, 2024 15:11 IST
IPL 2024 : કેમ જૂહી ચાવલા શાહરૂખ ખાન સાથે કદી IPL મેચ જોતી નથી? એક્ટ્રેસે કર્યો ખુલાસો
IPL 2024 : કેમ જૂહી ચાવલા શાહરૂખ ખાન સાથે કદી IPL મેચ જોતી નથી? એક્ટ્રેસનો ખુલાસો

IPL 2024 : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને જૂહી ચાવલા બોલિવૂડ અભિનેત્રી સિવાય IPL ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સની (KKR) સહ માલિક પણ છે. હાલમાં દેશભરમાં IPLની ગુંજ છે. ત્યારે જૂહી ચાવલાએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તેણે શાહરૂખ ખાન IPL મેચ જોવી પસંદ નથી. એક્ટ્રેસે તેનું ઘણું મજેદાર કારણ જણાવ્યું છે.

જૂહી ચાવલાએ ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, શાહરૂખ ખાન સાથે મેચ જોવું સારું નથી. કારણ કે જ્યારે અમારી ટીમ સારું પ્રદર્શન કરી રહી નથી હોતી ત્યારે તે તેનો ગુસ્સો મારા ઉતારે છે.

IPL 2024 | IPL Match Juhi Chawla Never Watch With Shah Rukh Khan | Shah Rukh Khan | Juhi Chawla </p></p><amp-embed width=100 height=100
				type=taboola
				layout=responsive
				data-publisher='indianexpress-gujaratiindianexpress'
				data-mode='organic-thumbnails-mid-personalisation-amp'
				data-placement='Mid Article Personalisation 1x3 AMP'
				data-target_type='mix'
				data-article='auto'
				data-url=''>
				</amp-embed><p>
Juhi Chawla Photo : જૂહી ચાવલા ફોટો

જૂહીએ વધુમાં કહ્યું હતું કે, ‘મેં શાહરૂખ ખાનને કહ્યું કે તે તેની વાત ટીમને જણાવે. તદ્દઉપરાંત જૂહી ચાવલાએ જણાવ્યું કે, અમે Ipl મેચ જોવા માટે સારા નથી, મને લાગે છે કે આ વાત આઇપીએલ ટીમના અનેક માલિકોને પણ લાગૂ પડે છે અને તેઓ તેની ટીમના પ્રદર્શન સમયે પરસેવામાં ઓતપ્રોત નજર આવે છે’.

IANSના અહેવાલ અનુસાર, જૂહી ચાવલાએ Routes 2 Rootsને આપેલા ઇન્ટરવ્યુમાં ખૂલાસો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જૂહી ચાવલા અને શાહરૂખ ખાન ફેમિલી ફ્રેન્ડ છે. બંનેની મિત્રતા દાયકાઓ જૂની છે. જૂહી ચાવલા અને શાહરૂખ ખાને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જૂહી ચાવલાએ જ્યારે શાહરૂખ ખાન અને તેની ફેમિલી ક્રૂઝ કેસમાં ફંસાયા હતા ત્યારે ઘણી મદદ કરી હતી. જૂહી ચાવલાએ જ આર્યન ખાનના બેન બોન્ડની રકમ ભરપાઇ કરી સિગ્નેચર પણ કરી હતી.

આ પણ વાંચો : Bade Miyan Chote Miyan : અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની મુવી ‘બડે મિયા છોટે મિયા’ને સેન્સરની લીલીઝંડી, જાણો રનટાઇમ

શાહરૂખ ખાન અને જૂહી ચાવલા મુવી

શાહરૂખ ખાન અને જૂહી ચાવલાએ ભૂતનાથ, ડર, ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની, રામ જાને, ડુપ્લિકેટ, યસ બોસ, રાજૂ બન ગયા જેંટલમેન, વન 2 કા 4 વગેરે જેવી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ