મિર્ઝાપુર 2માં દેખાયેલી માધુરી યાદવ એટલે કે ઇશા તલવારે ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન અભિનેત્રી ઇશા તલવારે હિટ મિર્ઝાપુર સિઝનમાં કામ કર્યા બાદ કેવી રીતે જીવન બદલાયું આ સવાલનો જવાબ આપતા કહ્યું હતુ કે, હું આ સિઝન કર્યા બાદ એક વર્ષ સુધી કોઇ કામ વિના ઘરે બેઠી હતી. મહત્વનું છે કે, હિટ વેબ સીરીઝ ‘મિર્ઝાપુર 2’ (Mirzapur 2)ના તમામ પાત્રોને ખુબ પસંદ કરવામાં આવ્યા હતા, સીરીઝમાં માધુરી યાદવ (Madhuri Yadav) ની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ ઇશા તલવાર (Isha Talwar) પણ ખુબ ચર્ચામાં રહી હતી.
અભિનેત્રી ઇશા તલવાર એક દાયકા કરતા વધુ સમયથી હિન્દી ફિલ્મ ઉધોગમાં સક્રિય છે. ત્યારે ઇશા તલવારે ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવા માટે મહત્વપૂર્ણ ગુણ ધૈર્યની જરૂર હોય છે. આ સાથે ઇશા તલવારે ખુલાસો કર્યો હતો કે, મિર્ઝાપુર સિઝનમાં મને દસ વર્ષે કામ કરવાની તક મળી હતી. વાસ્તવમાં આવું થાય છે, થોડો સમય લાગતો હોય છે. તેથી તમે સંયમથી કામ લો. અભિનેત્રીએ કહ્યું કે, હાલ મેં નવેમ્બરથી કામ કર્યું નથી. ત્યારે હવે હું’સાસ બહુ ઔર ફ્લેમિંગો’ના રિલીઝની રાહ જોવ છું. ઉલ્લેખનીય છે કે, ઇશા તલવાર ‘સાસ બહુ ઔર ફ્લેમિંગો’માં મહત્વની ભૂમિકામાં નજર આવશે.
તદ્દઉપરાંત ઇશા તલવારે જણાવ્યું હતું કે, મિર્ઝાપુર પછી તેણે સભાનપણે ઓડિશન ન આપવાનો નિર્ણય લીધો હતો. કારણ કે તે છેલ્લા દસ વર્ષથી ઓડીશન આપી રહી હતી. તેથી શહેરમાં દરેક કાસ્ટિંગ ડિરેક્ટર પાસે મારા ઓડિશનના લગભગ 500 ટેપ છે. જો કે તેણે તેની આગામી વેબ સીરિઝ માટે હોમીના આગ્રહ પર ઓડીશન આપવું પડયું હતું. કારણ કે હું તેનો ભાગ બનવા માગતી હતી.
આ પણ વાંચો: દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ ‘ડીપી’ બદલ્યું, ફેન્સે આપી આવી પ્રતિક્રિયા
આ વેબ સીરિઝ દ્વારા બોલિવૂડ અભિનેત્રી ડિંપલ કાપડાયા ઓટીટી ડેબ્યૂ કરશે. ડિમ્પલ કાપડિયાની આ વેબ સીરિઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 5 મે 2023થી સ્ટ્રીમ થશે. તેનું નિર્દેશન હોમી અદાજાનિયાએ કર્યું છે.