Ishq Vishk Rebound Trailer: ઇશ્ક વિશ્ક પ્યાર વ્યાર રિબાઉન્ડનું ટ્રેલર લોન્ચ થયું છે. આ ફિલ્મ શાહીદ કપૂરની બે દાયકા અગાઉ આવેલી ઇશ્ક વિશ્ક મૂવીની સિક્વલ કહેવાય છે. સૌથી ખાસ વાત એ છે કે, બોલીવુડ એક્ટર ઋતિક રોશનની બહેન પશ્મીના રોશન ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ડેબ્યૂ કરી રહી છે. પહેલી ફિલ્મમાં જ પશ્મીના રોશને લિપલોક સીન આપ્યા છે.
પશ્મીના રોશન પહેલી જ ફિલ્મમાં આપ્યા લિપ લોક સીન (Pashmina Roshan Lip Lock Scene)
ઋતિક રોશનની બહેન પશ્મીના રોશન ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ થી બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. પહેલી જ ફિલ્મમાં પશ્મીના રોશને હોટ સીન આપ્યા છે. ઇશ્ક વિશ્ક રિબાઉન્ડમાં પશ્મીના રોશન અને રોહિત સરાફ વચ્ચે લિપલોક સીન જોવા મળે છે.
ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ સ્ટાર કાસ્ટ (Ishq Vishk Rebound Star Cast)
ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ ફિલ્મમાં મોટાભાગના નવા કલાકાર છે. આ ફિલ્મથી ઋતિક રોશનની બહેન પશ્મીના રોશન બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. ઉપરાંત આ મૂવીમાં રોહિત સરાફ, જિબરાન ખાન અને નાયલા ગ્રેવાલ લીડ રોલમાં દેખાશે. ટ્રેલર લોન્ચ થતા ફિલ્મ જોવા ચાહકોનું એક્સાઇમેન્ટ વધી ગયું છે.
પશ્મીના રોશનની આ પહેલી ફિલ્મ છે. તો રોહિત સરાફ અગાઉ વેબ સિરિઝ મિસમેચ અને ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંકમાં દેખાયો હતો. નાયલા ગ્રેવાલ તાજેતરમાં મામલા લિગલમાં જોવા મળી રહી. જિબરાન ખાન અગાઉ કભી ખુશી કભી ગમમાં શાહરૂખ ખાન અને કાજોલના દિકરાના રોલમાં જોવા મળ્યો હતો.

નિપુણ અવિનાશ ધર્માધિકારીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મને રમેશ તુરાની અને જયા તુરાનીએ પ્રોડ્યુસ કરી છે. ઉપરાંત કુશા કપિલા, સુપ્રિયા પિલગાંવકર, આકર્ષ ખુરાના, શિલ્પા વિશાલ શેટ્ટી, શતાફ ફિગાર, અનીતા કુલકર્ણી અને શીબા ચડ્ડા પણ આ ફિલ્મમાં જોવા મળશે.
ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ – રોમાંસ સાથે કોમેડી (Ishq Vishk Rebound Love Story)
ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ લવ ટ્રાયંગલ ફિલ્મ છે. આ ફિલ્મમાં દોસ્તી, પ્યાર, બ્રેક અપ કોમ્પ્લેક્સ રિલેશનશીપ સ્ટોરી છે. રોમાન્સ અને કોમેડીથી ભરપૂર આ ફિલ્મમાં ટીનેજર અને યુવાનોને જોવી ગમશે.
આ પણ વાંચો | સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ બંને માંથી કોણ સૌથી વધુ ધનવાન? 23 જૂને કરશે લગ્ન!
ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ રિલિઝ તારીખ (Ishq Vishk Rebound Release Date)
ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ મુવી ટ્રેલર લોન્ચ થયા બાદ ફેન્સ મૂવી જોવા ઉત્સુક છે. આ ફિલ્મ ચાલુ મહિને જ સિનેમાઘરોમાં રિલિઝ થઇ રહી છે. ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ મૂવી 21 જૂન, 2024ના રોજ થિયેટરમાં રિલિઝ થઇ રહી છે.