/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/jackie-shroff.jpg)
Jackie Shroff : જેકી શ્રોફ પ્રખ્યાત બોલીવુડ અભિનેતા છે. (Express Photo)
Jackie Shroff Moves High Court About Bhidu Word: બોલીવુડ ફિલ્મના ઘણા ડાયલોગ બહુ જ ફેમસ થયા છે. તમે ઘણી વખત લોકોને ફિલ્મોના ડાયલોટ કે શબ્દો બોલાતા સાંભળ્યા હશે. આવા ડાયલોગ જે - તે એક્ટર કે અભિનેત્રીના એક ઓળખ સમાન બની જાય છે. આવો જ એક શબ્દ છે ભીડુ. ઘણા લોકો મિત્રો સાથે વાત વાતમાં ભીડુ શબ્દ બોલતા હોય છે. જો તમને પણ આવી આદત છે, તો હવે ભીડુ શબ્દ બોલવાની પહેલા 100 વાર વિચાર કરજો. કારણ કે
જેકી શ્રોફે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી (Jackie Shroff Moves Delhi High Court)
જેકી શ્રોફે પોતાના નામ, અવાજ, ફોટોગ્રાફ્સના દુરુપયોગ અંગે પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. તેમણે હાઇકોર્ટમાં અરજી કરી છે, જેના પર હવે કોર્ટ દ્વારા સમન્સ જારી કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે જેકી શ્રોફે હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને પોતાની પર્સનાલિટી અને પબ્લિસિટી રાઈટ્સની સુરક્ષાની માંગ કરી છે, જેની સુનાવણી 15 મેના રોજ થશે. અભિનેતાએ પોતાના નામ (જેકી શ્રોફ, જેકી, ભીડુ વગેરે), ફોટોગ્રાફ્સ, અવાજ તેમજ પોતાની પર્સનાલિટીના અન્ય પાસાઓનો દુરુપયોગ કરવાનું બંધ કરવાની માંગ કરી છે.
જાણકારી અનુસાર જેકી શ્રોફના નામ, ફોટો, અવાજ અને શબ્દ ભીડુ નો ઉપયોગ કરીને તેમની સંમતિ વગર વિવિધ સંગઠનો પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. ન્યાયાધીશ સંજીવ નરુલાએ આજે આ મામલાની સુનાવણી કરી હતી અને આ સંસ્થાઓને સમન્સ જારી કર્યું હતું.
કોમેડિયન કૃષ્ણા અભિષેકની મુશ્કેલી વધશે
એક બાજુ બોલીવુડ સેલિબ્રિટી જેકી શ્રોફે કાયદાકીય પગલાં લીધા છે, તો બીજી બાજુ લોકો કોમેડિયન એક્ટર કૃષ્ણા અભિષેકનું નામ લઇ મજાક કરી ઉઠાવી છે. બધા જાણે છે કે કૃષ્ણા એક મહાન મિમિક્રી આર્ટિસ્ટ પણ છે અને તે ઘણીવાર કપિલ શર્માના શોમાં જગ્ગુ દાદા બનીને બધાને ખૂબ હસાવે છે. હવે લોકોનું કહેવું છે કે, જેકી શ્રોફે આ કાનૂની પગલાં લીધાં છે તો કૃષ્ણાની કારકિર્દી ખતમ થઇ ગઇ છે.
આ પણ વાંચો | તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં દયા બેન ફરી જોવા મળશે? જેનિફર મિસ્ટ્રીએ કર્યો મોટો ખુલાસો
બિગ બોસ ઓટીટી 2 દરમિયાન પણ કૃષ્ણાની જેકી શ્રોફની એક્ટને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ એપિસોડમાં તે જગ્ગુ દાદા બનીને જાય છે અને શોમાં પૂજા ભટ્ટ સાથે ખૂબ ફ્લર્ટ કરતો હતો. આવી સ્થિતિમાં, લોકોના મનમાં સવાલ એ છે કે શું કૃષ્ણા હવે જેકી શ્રોફની નકલ કરી શકશે કે નહીં?
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us