બોલિવૂડના ભીડુ જેકી શ્રોફની પત્ની આયશા શ્રોફ સાથે લાખો રૂપિયાની છેતરપીંડિ થઇ હોવાના સમાચાર સામે આવ્યાં છે. જેને પગલે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેની સાથે અલાન ફ્રર્નાંડિસ નામના શખ્સે 58 લાખ રૂપિયાની ઠગાઇ કરી છે. જો કે હજુ આ ઠગીની ધરપકડ થઇ નથી.
જેકી શ્રોફની પત્ની આયશાએ મુંબઇ સેંટક્રૂઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે આ મામલે ઠગી અલાન ફ્રર્નાંડિસ સામે IPCની કલમ 420 (છેતરપીંડીનો કેસ), 408 (આર્થિક દંડ અને 2 વર્ષની સજા) અને 468 (7 વર્ષની સજા અને દંડની જોગવાઇ) હેઠળ કેસ દાખલ કર્યો છે.
આયેશા શ્રોફની વાત કરીએ તો જેકી શ્રોફની પત્ની હોવાની સાથે એક્ટ્રેસ, મોડેલ રહી ચૂકી છે. હાલ તેઓ ઇન્ડસ્ટ્રીથી દૂર છે, પરંતુ તે પ્રોડ્યૂસર તરીકે સક્રિય છે. મહત્વનું છે કે, જેકી શ્રોફ સાથે લગન કર્યા પછી આયશાએ ઇન્ડસ્ટ્રીથી અંતર જાળવ્યું હતું. આયશા શ્રોફે તેની કારકિર્દી દરમિયાન તેરી બાહોમે જેવી ફિલ્મો આપી છે. આ સિવાય પ્રોડ્યૂસર તરીકે જિસ દેશમેં ગંગા બહેતી, ગ્રહણ, બૂમ જેવી ફિલ્મોમાં આયેશા શ્રોફે કામ કર્યું છે.





