Jackky Bhagnani Birthday Party : જેકી ભગનાની ની બર્થડે પાર્ટી (Jackky Bhagnani Birthday Party) માંથી રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) જેકીની ઘણી અદ્ભુત તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. આ પાર્ટીમાં જેકી તેની પત્ની અને એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ સાથે પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે પાપારાઝી માટે પોઝ પણ આપ્યા હતા. રકુલ અને જેકીએ પાર્ટી માટે મેચિંગ ડ્રેસ પસંદ કર્યા હતા. એક તરફ જેકી ભગનાની નેવી બ્લુ જીન્સ ટી-શર્ટ સાથે બ્લેઝર પહેરીને હેન્ડસમ લાગતો હતો, તો બીજી તરફ, રકુલ પણ નેવી બ્લુ વેસ્ટર્ન બોડીકોન ગાઉનમાં ખૂબ જ હોટ લાગી રહી હતી.
જેકી ભગનાની બર્થડે પાર્ટી (Jackky Bhagnani Birthday Party)
આયુષ શર્મા, રકુલ પ્રીત સિંહ અને જેકી પાર્ટીમાં પહોંચ્યા અને પાપારાઝી સાથે વાત પણ કરી હતી. આ દરમિયાન રકુલે મિનિમલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. જેકીની પાર્ટીમાં આયુષ શર્માએ પણ હાજરી આપી હતી. સલમાન ખાનના જીજાજી અને અર્પિતા શર્માના પતિ આયુષ શર્માએ પણ પાર્ટીમાં પહોંચતી વખતે પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. આ સાથે તેણે ત્યાં હાજર ફેન્સ સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ પણ આપ્યા હતા. તેના લુક વિશે વાત કરીએ તો, આયુષ બ્લેક જીન્સ અને ટી-શર્ટ સાથે ડાર્ક બ્લુ જેકેટ પહેરેલો જોવા મળ્યો હતો, જેમાં તે ખૂબ જ શાનદાર લાગી રહ્યો હતો.
આ પણ વાંચો: રશ્મિકા મંદાના અને વિજય દેવેરાકોંડા સાથે નવું વર્ષ ઉજવશે? આ વિડીયો થયો વાયરલ
જેકી ભગનાનીની બર્થડે પાર્ટીમાં બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક નુસરત ભરૂચાએ પણ પોતાનો ચાર્મ બતાવ્યો હતો. નુસરત પણ હોટ ગર્લ આઉટફિટમાં પાર્ટીમાં પહોંચી હતી અને પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. તેના લુકની વાત કરીએ તો નુસરત રેડ કલરના ડીપ નેક શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી, જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી. આ સાથે તેણે ડાર્ક મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.





