ગુજ્જુ ગર્લ જાનકી બોડીવાલાનો બોલિવૂડમાં વાગ્યો ડંકો, શાહરૂખ ખાનના હાથે મળ્યો IIFA એવોર્ડ

ગુજરાતના અમદાવાદમાં જન્મેલી જાનકી બોડીવાલાને અજય દેવગન અને આર માધવન સ્ટારર ફિલ્મ 'શૈતાન' માટે પરફોર્મંસ ઈન લીડિંગ સપોર્ટિંગ રોલ (ફિમેલ) નો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ 'વશ'ની રિમેક હતી.

Written by Rakesh Parmar
March 10, 2025 15:06 IST
ગુજ્જુ ગર્લ જાનકી બોડીવાલાનો બોલિવૂડમાં વાગ્યો ડંકો, શાહરૂખ ખાનના હાથે મળ્યો IIFA એવોર્ડ
જાનકી બોડીવાલાને 'શૈતાન' ફિલ્મ માટે પરફોર્મંસ ઈન લીડિંગ સપોર્ટિંગ રોલ (ફિમેલ) નો એવોર્ડ મળ્યો. (તસવીર: ઈન્સ્ટાગ્રામ)

Janki Bodiwala: ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) 25માં એડિશનનું આયોજન 8 અને 9 માર્ચે જયપુરમાં થયુ હતું. જેમાં શનિવારે આઈફા ડિજિટલ એવોર્ડ્સ અને રવિવારે આઈફા મેન એવોર્ડના વિનર્સની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મોને એવોર્ડ અપાયા હતા. જેમાં ભૂલ ભૂલૈયા ફિલ્મ માટે કાર્તિક આર્યનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ અપાયો હતો. ત્યાં જ કિરણ રાવના નિર્દેશનમાં બનેલી લાપતા લેડીજને બેસ્ટ ફિલ્મ સહિત 9 એવોર્ડ મળ્યા હતા. જોકે આ દરમિયાન ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને પણ એવોર્ડ મળ્યો હતો અને આ એવોર્ડ જાનકીને શાહરૂખ ખાને આપ્યો હતો.

ગુજરાતના અમદાવાદમાં જન્મેલી જાનકી બોડીવાલાને અજય દેવગન અને આર માધવન સ્ટારર ફિલ્મ ‘શૈતાન’ માટે પરફોર્મંસ ઈન લીડિંગ સપોર્ટિંગ રોલ (ફિમેલ) નો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રિમેક હતી. તમને જણાવી દઈએ કે, વશ ફિલ્મમાં પણ જાનકીએ અભિનય કર્યો હતો.

જાનકી બોડીવાલાની વાત કરીએ તો તેણે એમએના સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી સ્કૂલનો અભ્યાસ અમદાવાદથી કર્યો છે અને ગાંધીનગરના ગોયનકા રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સથી બેચલર ઓફ ડેંટલ સર્જરીમાં ડિગ્રી મેળવી છે.

તમને જણાવી દઈએ કે, અજય દેવગણની ફિલ્મ ‘શૈતાન’માં અભિનેત્રી જાનકી બોડીવાલાએ અવ્વલ નંબરનું કામ કર્યું હતું. ફિલ્મમાં કિશોરી જેવી દેખાતી આ અભિનેત્રીએ અજય દેવગણ અને જ્યોતિકાની કિશોરવયની દીકરી જ્હાનવીની ભૂમિકા ભજવી હતી. પરંતુ ગુજરાતી સિનેમામાં કામ કરતા જાનકીને લાંબો સમય થઈ ગયો છે અને હાલમાં તે લગભગ 28 વર્ષની છે.

જાનકીના કરિયરની વાત કરીએ તો તેણે ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી કરી હતી. આ ફિલ્મ ગુજરામાં સુપરહીત સાબિત થઇ હતી અને આ ફિલ્મના ઘણા ડાયલોગ આજે પણ લોકોના મોઢે સાંભળી શકાય છે. ‘છેલો દિવસ’ પછી જાનકીએ ‘ઓ તારી’ ‘તંબુરો’, ‘દોડ પકડ’, ‘છુટ્ટી જાયે છક્કા’, ‘તારી માટે વન્સ મોર’, ‘બાઉ ના વિચાર’, ‘નાડી દોષ’ અને ‘વશ’ જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું.

આ પણ વાંચો: બી-ગ્રેડ ફિલ્મ હોવા છતાં આ ફિલ્મે 100 ગણી કમાણી કરી, જાણો 1984 ની સુપરહિટ હોરર ફિલ્મ વિશે

જાનકીને માતા-પિતા કર્યો સપોર્ટ

જાનકીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મારા પિતા ભરત બોડીવાલા વકીલ છે અને માતા કાશ્મીરા બોડીવાલા ગૃહિણી છે. મારો નાનો ભાઈ ધ્રુપદ બોડીવાલા કેનેડામાં અભ્યાસ કરે છે. મારા અભિનય વ્યવસાયમાં મારા માતા-પિતાએ મને ખૂબ જ ટેકો આપ્યો છે. તે હંમેશા મને એવું કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે જેમાં મને આનંદ આવે છે.

ઉલ્લેખનિય છે કે, જાનકી બોડીવાલાએ વર્ષ 2019માં મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં પણ ભાગ લીધો હતો અને તે આ સ્પર્ધામાં ટોપ-3માં પહોંચી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ