Janhvi Kapoor Birthday | 7 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં જાન્હવી કપૂર ! હાલ કરોડોની સંપત્તિની માલિક !

Janhvi Kapoor Birthday | આજે એકટ્રેસ જાન્હવી કપૂર પોતાનો 28 મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. જાન્હવી કપૂર આટલી નેટ વર્થ (Janhvi Kapoor net worth) ધરાવે છે, અહીં સેલિબ્રિટી બર્થ ડે સિરીઝમાં એકટ્રેસ વિશે વધુ વિગતવાર જાણો

Written by shivani chauhan
March 06, 2025 08:15 IST
Janhvi Kapoor Birthday | 7 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં જાન્હવી કપૂર ! હાલ કરોડોની સંપત્તિની માલિક !
7 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં જાન્હવી કપૂર ! હાલ કરોડોની સંપત્તિની માલિક !

Janhvi Kapoor Birthday | બોલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂર (Janhvi Kapoor) એક લોકપ્રિય સ્ટાર કિડ છે. આ અભિનેત્રી સ્વર્ગસ્થ પીઢ અભિનેત્રી શ્રીદેવીની મોટી પુત્રી છે અને તેણે બોલીવુડ એન્ટ્રી કરી તેના 7 વર્ષ થઈ ગયા છે. જાન્હવીએ વર્ષ 2018 માં આવેલી ફિલ્મ ‘ધડક’ થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 74.19 કરોડ રૂપિયાની કમાણી કરીને સેમી-હિટ સાબિત થઈ હતી. આટલા વર્ષોમાં અભિનેત્રીએ અત્યાર સુધીમાં 10 ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાંથી ઘણી ફ્લોપ રહી હતી જેમ કે રૂહી, મિલી, મિસ્ટ અને મિસિસ માહી, ઉલ્ઝ. આજે એકટ્રેસ જાન્હવી કપૂર પોતાનો 28 મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. જાન્હવી કપૂર આટલી નેટ વર્થ (Janhvi Kapoor net worth) ધરાવે છે, અહીં સેલિબ્રિટી બર્થ ડે સિરીઝમાં એકટ્રેસ વિશે વધુ વિગતવાર જાણો

જાન્હવી કપૂર દેવરા (Janhvi Kapoor Devara)

જાન્હવી કપૂર વર્ષ 2024 માં, તેણે જુનિયર NTR ની ફિલ્મ ‘દેવરા’ થી દક્ષિણ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું. જોકે, આ મોટા બજેટની ફિલ્મ દર્શકો પર કોઈ ખાસ અસર કરી શકી નહીં. આવી સ્થિતિમાં, અભિનેત્રીની ઘણી ફિલ્મો ભલે સફળ ન થઈ હોય, પણ તેણે ખૂબ જ ઓછા સમયમાં કરોડોની મિલકત બનાવી લીધી છે.

જાન્હવી કપૂર નેટવર્થ (Janhvi Kapoor Net Worth)

જાન્હવી કપૂરની નેટવર્થ પર નજર કરીએ તો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાહ્નવી કપૂર 82 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. તે તેની એક ફિલ્મ માટે 5 થી 10 કરોડ રૂપિયા લે છે. આ ઉપરાંત અભિનેત્રી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 70 થી 80 લાખ રૂપિયા લે છે. એટલું જ નહીં, તેમણે રિયલ એસ્ટેટમાં 30 કરોડ રૂપિયાનું રોકાણ પણ કર્યું છે.

જાન્હવી કપૂર કાર કલેકશન (Janhvi Kapoor Car Collection)

જાન્હવીના ગેરેજમાં ઘણી લક્ઝરી કાર છે, જેની કુલ કિંમત 5 કરોડ રૂપિયા સુધી છે. આમાં મર્સિડીઝ બેન્ઝ, લેક્સસ LX 570 અને BMW X5 જેવી મોંઘી કારનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Tamanna Bhatia Vijay Varma | તમન્ના ભાટિયા અને વિજય વર્મા ખરેખર થયા અલગ?

જાન્હવી કપૂર ઘર (Janhvi Kapoor House)

જાન્હવી કપૂરે પણ 28 વર્ષની ઉંમરે પોતાનું ઘર ખરીદ્યું છે. અભિનેત્રીની મુંબઈમાં જ ઘણી મિલકતો છે. આમાંથી, બાંદ્રામાં આવેલા ઘરની કિંમત 30 કરોડ રૂપિયા છે, જે 8 હજાર 669 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. આ ઘરમાં પાંચ બગીચા અને એક પાર્કિંગ વિસ્તાર પણ છે.

જાન્હવી કપૂર આવનારી ફિલ્મ (Janhvi Kapoor upcoming film)

જાન્હવી કપૂર ટૂંક સમયમાં સની સંસ્કારીની ફિલ્મ ‘તુલસી કુમારી’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે વરુણ ધવન મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત, તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રોમેન્ટિક-કોમેડી ‘પરમ સુંદરી’ અને આરસી 16 માં પણ જોવા મળશે.

જાન્હવી કપૂર બોયફ્રેન્ડ (Janhvi Kapoor Boyfriend)

જાન્હવી કપૂર ઘણી વાર રૂમરડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે જોવા મળે છે અને તેઓ ઘણા ચર્ચામાં પણ રહે છે શિખર ખરેખર પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેનો પૌત્ર છે. શિખર અને જાન્હવી બંન્ને સ્કુલ સમયથી સારા મિત્રો છે અને હાઈસ્કુલ સુધી સાથે અભ્યાસ કર્યો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ