Janhvi Kapoor : અભિનેત્રી જાન્હવી કપૂર (Janhvi Kapoor) અને જુનિયર એનટીઆરએ (Jr. NTR) તાજેતરમાં દેવારા ભાગ 1 (Devara Part 1) માંથી “ધીરે ધીરે” (તેલુગુમાં ચુટ્ટામલ્લે) ટાઇટલ ગીતનું ટીઝર રિલીઝ કર્યું હતું. બુધવારે જાન્હવીએ ગીતના બિહાન્ડ ધ સીનના ફૂટેજ શેર કર્યા જેમાં તે ગીતમાંથી તેના મુવમેન્ટસ અને એક્સપ્રેશનની પ્રેક્ટિસ કરી હતી.
જાન્હવીએ રીલના કેપ્શનમાં લખ્યું છે ‘BTS’ તેના રૂમર્ડ પ્રેમી શિખરે કમેન્ટ કરી, ‘વાહ આ દેવી કોણ છે.’ ઘણા અન્ય ચાહકોએ પણ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી અને તેમાંથી એક લખે છે કે જાહ્નવીએ અશોકા ગીત “સાન સનન” ના ચાહકોને કરીના કપૂરની યાદ અપાવી. અન્ય એક પ્રશંસકે તેને જુનિયર શ્રીદેવી કહીને લખે છે ‘એવું લાગે છે કે આપણે શ્રીદેવી મેમને ફરીથી જોઈ રહ્યા છીએ.’
Devara Part 1 : દેવારા ભાગ 1
- દેવારા ભાગ 1 અપકમિંગ એક્શન ડ્રામા ફિલ્મ છે.
- કોરાતલા સિવા દ્વારા લખાયેલ અને નિર્દેશિત છે
- યુવાસુધા આર્ટસ અને એન.ટી.આર આર્ટસ દ્વારા નિર્મિત છે
- એન.ટી રામારાવ અને જાન્હવી કપૂર સાથે સૈફ અલી ખાન, પ્રકાશ રાજ આ ફિલ્મના મુખ્ય સ્ટારકાસ્ટ છે
- દેવરા ફિલ્મ સંભવિત રિલીઝ તારીખ 27 સપ્ટેમ્બર 2024 છે
આ પણ વાંચો: Bigg Boss 18 : સલમાન ખાનનું બિગ બોસ 18 આ તારીખે પ્રીમિયર થશે, લિસ્ટમાં કોનું નામ સામેલ?
અગાઉના દિવસે શિખરે પણ એક ફોટો શેર કર્યો હતો અને જાહ્નવીએ તેના પર ફાયર અને હાર્ટ ઇમોજીસ મૂક્યા હતા.
આ પણ વાંચો: Bollywood Scandal: ઐશ્વર્યા રાય છેવટ સુધી અડગ રહી, ધમકી આપી સલમાન ખાન કરાવવા માંગતો હતો આ કામ
જાન્હવી કપૂર અને શિખર છેલ્લા કેટલાક વર્ષોથી સાથે છે. બંને ઘણીવાર પાર્ટી અને રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળે છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના બધા ફંક્શનમાં પણ તેઓ સાથે જોવા મળ્યા હતા.





