Janhvi Kapoor : બોલિવૂડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીની આજે જન્મજયંતિ (Sridevi Birth Anniversary) છે. આ અવસર પર તેના ચાહકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રીની પુત્રી જાન્હવી કપૂરે (Janhvi Kapoor) મંગળવારે સવારે તેની માતાની જન્મજયંતિ પર આંધ્રપ્રદેશના તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વરના પ્રખ્યાત હિલ મંદિરની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી. આ દરમિયાન તેનો રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા (Shikhar Pahariya) પણ તેની સાથે જોવા મળ્યો હતો.

જાન્હવી કપૂર શ્રીદેવીના બર્થ ડે પર તિરુપતિ બાલાજી પહોંચી
મંગળવારે સવારે, અભિનેત્રી જાન્હવી કપૂરે શ્રીદેવીની જન્મજયંતિ પર ભગવાન બાલાજીના મંદિરની મુલાકાત લીધી હતી. દર્શન માટે આવેલી અભિનેત્રીએ પીળા રંગની સાડી અને ગોલ્ડન પ્રિન્ટ અને પીળી બોર્ડરવાળું બ્લાઉઝ પહેર્યું હતું. અભિનેત્રીએ ગોલ્ડન ઇયરિંગ્સ, નેકલેસ અને કમરના બ્રેસલેટ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
અભિનેત્રી જાન્હવીએ પણ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની સફરની કેટલીક તસવીરો શેર કરી અને એક શોર્ટ મેસેજ લખ્યો. તેણે શ્રીદેવી સાથેની પોતાની જૂની તસવીર પણ પોસ્ટ કરી છે. જૂની તસવીરમાં શ્રીદેવી તેની પુત્રીના ખભા પર હાથ રાખીને જોવા મળી રહી છે. જાન્હવીએ કેપ્શન લખે છે, ‘હેપ્પી બર્થ ડે મમ્મા, હું તમને પ્રેમ કરું છું.’
આ પણ વાંચો: Sara Ali Khan Birthday : નાની ઉંમરમાં જ કમાણી કરી બનાવ્યું મોટું નામ, આજે કરોડોની માલકીન સારા અલી ખાન
તિરુપતિ મંદિર વિશે
આંધ્ર પ્રદેશમાં આવેલ તિરુપતિ મંદિર ભગવાન વેંકટેશ્વરને સમર્પિત છે, જે ભગવાન વિષ્ણુના અવતાર છે, જે માનવતાને કળિયુગના દુઃખોમાંથી મુક્ત કરવા માટે પૃથ્વી પર આવ્યા હોવાનું માનવામાં આવે છે. સ્થળનું નામ કલિયુગ વૈકુંઠ છે અને સ્થાનિક દેવતા કલિયુગ પ્રતિક્ષા દૈવમ તરીકે ઓળખાય છે.
જાહ્નવીના પિતા અને શ્રીદેવીના પતિ બોની કપૂરે પણ તેની પત્નીને તેના જન્મદિવસ પર યાદ કર્યા છે. બોની કપૂરે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શ્રીદેવીની એક સુંદર તસવીર શેર કરી છે. આ સાથે કેપ્શન છે, ‘હેપ્પી બર્થ ડે માય જાન’. તે જ સમયે, શ્રીદેવી અને બોની કપૂરની નાની પુત્રી ખુશી કપૂરે પણ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક જૂની તસવીર શેર કરી છે.
જાન્હવી કપૂર મુવીઝ (Janhvi Kapoor Movies )
જાહ્નવીના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો તાજેતરની ફિલ્મ ઉલજમાં તે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. જો કે, જુનિયર એનટીઆરની દેવરા: ભાગ 1 તેલુગુમાં રિલીઝ થવાની જેમાં જાહ્નવી જોવા મળશે અને તે સની સંસ્કારી કી તુલસી કુમારમાં વરણ ધવન સાથે મુખ્ય ભૂમિકામાં હશે.





