Jatadhara Teaser Release | સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) અને સુધીર બાબુની બહુપ્રતિક્ષિત મુવી જટાધારા ટીઝર રિલીઝ કર્યું નિર્માતાઓએ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મના ટીઝરમાં સોનાક્ષી સિંહા એક ઉગ્ર અવતારમાં જોવા મળી રહી છે, જેમાં તેમનો શક્તિશાળી અંદાજ જોવા મળી રહ્યો છે.
જટાધારા મુવી ટીઝર (Jatadhara Movie Teaser)
સોનાક્ષી સિંહા ની આગામી ફિલ્મ જટધારા ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે નિર્માતાઓએ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝરમાં અભિનેત્રીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે જેમાં તે એક શક્તિશાળી અને ઉગ્ર અવતારમાં જોવા મળી શકે છે. અભિનેત્રી તેના કપાળ પર લાલ તિલક લગાવેલી ભારે ઘરેણાં પહેરેલી અને હાથમાં તલવાર પકડીને જોવા મળે છે. તે ગુસ્સામાં તેના દુશ્મનો પર હુમલો કરતી પણ જોવા મળે છે.
જટાધારા મુવીમાં સોનાક્ષી સિંહા સિવાય અભિનેતા સુધીર બાબુનો લુક જોરદાર રીતે દર્શાવવામાં આવ્યો છે. ટીઝરમાં અભિનેતા શિવ ભક્ત તરીકે જોવા મળે છે. સુધીર બાબુ ગળામાં રુદ્રાક્ષની માળા અને કપાળ પર તિલક પહેરેલા જોવા મળે છે. આ સાથે તે સોનાક્ષી સિંહાના પાત્ર સાથે ત્રિશૂળ સાથે લડતા જોવા મળે છે.
Udaipur Files | ઉદયપુર ફાઇલ્સ પર દિલ્હી હાઇકોર્ટે પ્રતિબંધ મુકવાની માંગણી નકારી, આજે થિયેટરમાં રિલીઝ
જટાધારા મુવી (Jatadhara Movie)
જટાધારાએક પૌરાણિક થ્રિલર છે, જેમાં ભારતીય પૌરાણિક કથાઓને રોમાંચક દ્રશ્યો અને શ્યામ કાલ્પનિકતા સાથે જોડવામાં આવી છે. ફિલ્મના પોસ્ટર અને ટીઝરમાં જોવા મળ્યું હતું કે ત્રિશૂળ, ગર્જના કરતા વાદળો, ભગવાન શિવના ભક્તો અને સોનાક્ષી સિંહાનું ઉગ્ર સ્વરૂપ દેખાય છે, જે સ્ટોરીને વધુ શક્તિશાળી અને પ્રભાવશાળી બનાવે છે.
ઝી સ્ટુડિયો અને પ્રેરણા અરોરા દ્વારા નિર્મિત વેંકટ કલ્યાણ અને અભિષેક જયસ્વાલ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં શાનદાર VFX જોવા મળી શકે છે. તેનું ટીઝર 8 ઓગસ્ટ, 2025 ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ વર્ષના અંતમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે.





