જાવેદ અખ્તરે આલિયા ભટ્ટના કર્યા વખાણ, એક્ટરે પેઢીની ‘શ્રેષ્ઠ અભિનેતા’ ગણાવી

જાવેદ અખ્તર અને તેમની પુત્રી ઝોયા અખ્તરે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, જેમાં લક બાય ચાન્સ (2009), ત્યારપછી ઝિંદગી ના મિલેગી દોબારા (2011), દિલ ધડકને દો (2015) સામેલ છે. ઝોયાએ તાજેતરમાં તેના પિતા અને તેના પટકથા લેખક સલીમ ખાનના જીવન અને કાર્યો પર આધારિત ડોક્યુમેન્ટ્રી 'એન્ગ્રી યંગ મેન'નું સહ-નિર્માણ કર્યું હતું.

Written by shivani chauhan
August 30, 2024 13:32 IST
જાવેદ અખ્તરે આલિયા ભટ્ટના કર્યા વખાણ, એક્ટરે પેઢીની ‘શ્રેષ્ઠ અભિનેતા’ ગણાવી
Javed Akhtar praises Alia Bhatt : જાવેદ અખ્તરે આલિયા ભટ્ટના કર્યા વખાણ, એક્ટરે પેઢીની 'શ્રેષ્ઠ અભિનેતા' ગણાવી

ગીતકાર-લેખક જાવેદ અખ્તર (Javed Akhtar) ઇન્ડિયન એક્સપ્રેસના એક્સપ્રેસોમાં તેમની ફિલ્મ નિર્માતા પુત્રી ઝોયા અખ્તર સાથે ગેસ્ટ બન્યા હતા. આ ઇવેન્ટ ગઈ કાલે ગુરુવારે મુંબઈમાં યોજાઈ હતી. જેમાં પિતા પુત્રીએ મકાલીન હિન્દી સિનેમાની ચર્ચા કરી હતી. પ્રખ્યાત કવિ, ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તર સ્પષ્ટવક્તા છે. તે સમાજ અને ઇન્ડસ્ટ્રી સહિતના વિવિધ વિષયો પર પોતાના મંતવ્યો શેર કરતા જોવા મળે છે. તાજેતરમાં, પ્રખ્યાત લેખકે એક્સપ્રેસ અડ્ડામાં આલિયા ભટ્ટ (Alia Bhatt) ના પ્રશંસા કરી છે અને ણ વખાણ કર્યા અને સંજય લીલા ભણસાલીની 2022 ની ફિલ્મ ગંગુબાઈ કાઠાઈવાડીમાં તેના અભિનય વિશે વાત કરી હતી.

તાજેતરમાં, ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં આલિયાના તાજેતરના અભિનયની પ્રશંસા કરતા જાવેદે કહ્યું હતું કે, “ગંગુબાઈ ફિલ્મ બાદ આલિયા કદાચ આજની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે.” તેણે પોતાની સ્ટાઇલમાં કહ્યું, “ખરેખર, મને લાગે છે કે તે અદ્ભુત છે, પરંતુ હું રાજદ્વારી છું જેથી અન્ય અભિનેત્રીઓ નારાજ ન થાય.”

ઝોયા અખ્તર, જે આગામી સમયમાં આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફ સાથે ફિલ્મ ‘જી લે ઝારા’નું નિર્માણ કરવા જઈ રહી હતી, તેણે પ્રોજેક્ટ અંગે અપડેટ આપી અને તેના વિલંબ પાછળના કારણો જાહેર કર્યા હતા. તેણે કહ્યું કે ફિલ્મનું કામકાજ શરૂ થવાનું છે અને વિલંબ થઈ રહ્યો છે કારણ કે તેઓ ત્રણ સ્ટાર્સની ને સમાયોજિત કરવામાં સક્ષમ નથી. ઝોયાએ કહ્યું, ‘મને લાગે છે કે તે ત્રણેયને તેમની તારીખો સાથે એડજસ્ટ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Berlin Trailer : જાસૂસી થ્રિલર બર્લિનનું દમદાર ટ્રેલર રિલીઝ, મુવી આ ઓટીટી પ્લેટફોર્મ પર થશે રિલીઝ

આ પણ વાંચો: દીપિકા પાદુકોણ-રણવીર સિંહએ બાંદ્રામાં આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યુ, કિંમત જાણી ચોંકી જશો, જુઓ વિડીયો

તમને જણાવી દઈએ કે ઝોયા અખ્તર અને જાવેદ અખ્તરે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, જેમાં લક બાય ચાન્સ (2009), ત્યારપછી ઝિંદગી ના મિલેગી દોબારા (2011), દિલ ધડકને દો (2015) સામેલ છે. ઝોયાએ તાજેતરમાં તેના પિતા અને તેના પટકથા લેખક સલીમ ખાનના જીવન અને કાર્યો પર આધારિત ડોક્યુમેન્ટ્રી ‘એન્ગ્રી યંગ મેન’નું સહ-નિર્માણ કર્યું હતું.

આ જોડીએ 1970ના દાયકામાં માત્ર 11 વર્ષમાં 24 ફિલ્મો લખી હતી, જેમાંથી 20 બ્લોકબસ્ટર રહી હતી. સલીમના પુત્રો સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાન પણ ડોક્યુમેન્ટરીનો ભાગ હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ