Jawan Box Office Collection Day 15 : શાહરૂખ ખાનની ‘જવાન’એ 15માં દિવસે ‘પઠાણ’ અને ‘ગદર 2’નો રેકોર્ડ તોડ્યો, વીકેન્ડ પર નવો ઇતિહાસ રચી શકે છે

Jawan Box Office Collection Day 15 : શાહરૂખ ખાનની 'જવાન' સિનેમાઘરોમાં રિલીઝ થઇ તેને બે સપ્તાહ થઇ ચૂક્યા છે. ત્યારે આ ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. આ વચ્ચે જવાનનું 15માં દિવસનું કલેક્શન સામે આવી ગયું છે.

Written by mansi bhuva
September 22, 2023 13:04 IST
Jawan Box Office Collection Day 15 : શાહરૂખ ખાનની ‘જવાન’એ 15માં દિવસે ‘પઠાણ’ અને ‘ગદર 2’નો રેકોર્ડ તોડ્યો, વીકેન્ડ પર નવો ઇતિહાસ રચી શકે છે
Jawan

Jawan Box Office Collection Day 15 : એક પછી એક નવા રેકોર્ડ સર્જનાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની ફિલ્મ જવાનને 15 દિવસ થઇ ચૂક્યાં છે. જવાનએ એ કરી બતાવ્યું જે આજ સુધી કોઇ બોલિવૂડની ફિલ્મ કરી શકી નથી. મહત્વનું છે કે, જવાનએ ભારતમાં 500 કરોડ રૂપિયાનો આંકડો તો સરળતાથી પાર કરી લીધો હતો. જો જવાનની કમાણીમાં આવી જ ગતિ રહેશે તો તે આ વીકેન્ડ પર પઠાણને પાછળ છોડીને નવો ઇતિહાસ રચી શકે છે. જવાનના 15માં દિવસની કમાણીના આંકડા સામે આવી ગયા છે.

શાહરૂખ ખાનની ફિલ્મ જવાને ગુરુવારે તેના 15માં દિવસે લગભગ 8.85 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ગદર 2 એ બોક્સ ઓફિસ પર 15માં દિવસે લગભગ 7.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે પઠાણે 15માં દિવસે માત્ર 6.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

આ પણ વાંચો : Celebrites Income : અમિતાભ બચ્ચનથી લઇને સલમાન, શાહરૂખ ખાન આ રીતે કરે છે મબલક કમાણી, જાણો આવકના સ્ત્રોત

જવાનના કુલ કલેક્શનની વાત કરીએ તો ‘જવાન’એ અત્યાર સુધીમાં 526.78 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે સની દેઓલની ગદર 2એ 42માં દિવસમાં 521.51 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. તો પઠાણએ 543.05 કરોડનું કલેક્શન કર્યું હતું. એટલે કે જવાન હવે પઠાણથી માત્ર 16.17 કરોડ રૂપિયાના અંતરે છે. જવાનનું વૈશ્વિક કલેક્શન 922.55 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ટૂંક સમયમાં જ જવાન 1000 કરોડ રૂપિયાની કમાણી કરશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ