Jawan Box Office Collection Day 19 : ઓલ ટાઇમ હિટ બની શાહરૂખ ખાનની ‘જવાન’, વિશ્વભરમાં ‘જવાન’નો ડંકો, જાણો ફિલ્મનું કુલ કલેક્શ

Jawan Box Office Collection Day 19 : શાહરૂખ ખાનની એક્શન ફિલ્મ 'જવાન' કમાણીમાં બોક્સ ઓફિસના જૂના રેકોર્ડ તોડી રહી છે. હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી 'જવાન'ના કલેક્શનમાં ત્રીજા સોમવારે ઘટાડો જોવા મળ્યો છે.

Written by mansi bhuva
September 26, 2023 11:58 IST
Jawan Box Office Collection Day 19 : ઓલ ટાઇમ હિટ બની શાહરૂખ ખાનની ‘જવાન’, વિશ્વભરમાં ‘જવાન’નો ડંકો, જાણો ફિલ્મનું કુલ કલેક્શ
Jawan

Jawan Box Office Collection Day 19 : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની એક્શન ફિલ્મ ‘જવાન’ કમાણીમાં બોક્સ ઓફિસના જૂના રેકોર્ડ તોડી રહી છે. ‘જવાન’એ ત્રીજા અઠવાડિયે બોક્સ ઓફિસ પર 1 હજાર કરોડનો આંકડો પાર કરવામાં સફળ રહી છે. આ વચ્ચે જવાનના 19માં દિવસની કમાણીના આંકડા સામે આવી ગયા છે. હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ‘જવાન’ના કલેક્શનમાં ત્રીજા સોમવારે ઘટાડો જોવા મળ્યો છે.

ઈન્ડસ્ટ્રી ટ્રેકર SacNilc અનુસાર, જવાનએ ત્રીજા સોમવારે માત્ર 5.30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આવી સ્થિતિમાં હવે ફિલ્મનું ભારતમાં કુલ કલેક્શન 566.08 કરોડ રૂપિયા છે.

‘જવાન’ના વર્લ્ડવાઇડ કલેક્શન અંગે વાત કરીએ તો રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ મુજબ, ‘જવાન’એ સોવારે 1 હજારનો આંકડો પાર કરી લીધો છે. ઇતિહાસ રચી રહી છે શાહરૂખ ખાનની જવાન. તેવામાં કિંગ ખાનની ત્રીજી આગામી ફિલ્મ ડંકી હવે જવાનનો બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડશે કે કેમ તે જોવું દિલચસ્પ રહેશે. મહત્વનું છે કે, ‘જવાન’એ શાહરૂખ ખાનની પઠાણનો કમાણીમાં તમામ રેકોર્ડ તોડી નવો રેકોર્ડ સર્જયો છે. એવું માનવામાં આવે છે કે પઠાણે 70 દિવસમાં જે કમાણી કરી હતી તે જવાને માત્ર 17 દિવસમાં કમાઈ લીધી છે.

‘જવાન’નું બોક્સ ઓફિસ પર પહેલે દિવસથી જ શાનદાર પ્રદર્શનને પગલે કિંગ ખાનનું વર્ચસ્વ વધુ મજબૂત કરી દીધું છે. શાહરૂખ ખાનના નામે એક જ વર્ષમાં 1000 કરોડના ક્લબમાં સામેલ થનારી બે ફિલ્મનો ખિતાબ છે. જેમાં પઠાણ અને જવાન છે.

આ પણ વાંચો : Bollywood SuperStar : અક્ષય કુમારથી લઇને રણવીર સિંહ બોલિવૂડમાં આવતા પહેલા શું કામ કરતા? જાણીને ચકિત થઇ જશો

શાહરૂખ ખાનની ‘જવાન’ ઓપનિંગ ડે પરથી જ છપ્પરફાડ કમાણી કરી રહી છે. ‘જવાન’એ પહેલા દિવસે 75 કરોડ રૂપિયા, બીજા દિવસે 53.23 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 77.83 કરોડ રૂપિયા, ચોથા દિવસે 81 કરોડ રૂપિયા, પાંચમા દિવસે 32.92 કરોડ રૂપિયા, છઠ્ઠા દિવસે 26 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે સાતમા દિવસે જવાને રૂ. 23.2 કરોડ અને આઠમા દિવસે રૂ. 21.6 કરોડ. જે બાદ જવાને પહેલા અઠવાડિયામાં 398.88 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હવે બીજા વીકેન્ડનો બોક્સ ઓફિસ ટ્રેન્ડ પણ ઘણો સારો રહ્યો છે. જવાને બીજા શુક્રવારે 19.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તો બીજા શનિવારે ફિલ્મે 32.3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ