શાહરૂખ ખાનની ‘જવાન’ 25માં દિવસે 600 કરોડના ક્લબમાં સામેલ, કિંગ ખાનની ન્યૂ મુવી ‘ડંકી’ આ ફિલ્મનો રેકોર્ડ તોડશે?

Jawan Box Office Collection day 25 : કિંગ ખાનની 'જવાન'એ વધુ એક નોંધપાત્ર સિદ્ધી હાંસલ કરી છે. લોકોમાં જવાનનો એવો ક્રેઝ છે કે ફિલ્મ રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. આવી સ્થિતિમાં જવાનના 25માં દિવસના કમાણીના આંકડા સામે આવી ગયા છે. જે જાણીને તમે ખુશ થઇ જશો. ત્યારે સવાલ એ છે કે શું શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ડંકી જવાનનો રેકોર્ડ તોડશે? વાંચો અહેવાલમાં...

Written by mansi bhuva
Updated : October 02, 2023 15:30 IST
શાહરૂખ ખાનની ‘જવાન’ 25માં દિવસે 600 કરોડના ક્લબમાં સામેલ, કિંગ ખાનની ન્યૂ મુવી ‘ડંકી’ આ ફિલ્મનો રેકોર્ડ તોડશે?
Jawan Box Office Collection : જવાન બોક્સ ઓફિસ કલેક્શન ડે 25 શાહરૂખ ખાન

Jawan Box Office Collection Day 25 : શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની ‘જવાન’એ તેની જ ફિલ્મ ‘પઠાણ’ને કમાણીમાં માત આપીને વૈશ્વિક રેકોર્ડ બનાવ્યો છે. કિંગ ખાનની ‘જવાન’એ વધુ એક નોંધપાત્ર સિદ્ધી હાંસલ કરી છે. લોકોમાં જવાનનો એવો ક્રેઝ છે કે ફિલ્મ રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. આવી સ્થિતિમાં જવાનના 25માં દિવસના કમાણીના આંકડા સામે આવી ગયા છે. જે જાણીને તમે ખુશ થઇ જશો.

Sacnilkના અહેવાલ મુજબ, ફિલ્મે 25માં દિવસે અંદાજિત અંદાજિત 8.80 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે એક મોટો આંકડો છે. આ સાથે આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર 600 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. મહત્વનું છે કે, જવાન દ્વારા શાહરૂખે તેની જ ફિલ્મ પઠાણની વર્લ્ડવાઈડ કમાણીનો આંકડો તોડી નાખ્યો છે, જે 1055 કરોડ રૂપિયા છે. 24મા દિવસે જવાનએ દુનિયાભરમાંથી 1068.58 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. હાલમાં, 25મા દિવસ માટે વિશ્વવ્યાપી ડેટાની રાહ જોવાઈ રહી છે.

મહત્વની વાત એ પણ છે કે, શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘ડંકી’ ક્રિસમસ 2023 પર રિલીઝ થશે. આ જાહેરાત શાહરૂખ ખાને પોતે પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરી હતી. આ અનાઉન્સમેન્ટ સાથે શાહરુખ ખાન એકમાત્ર એવો સ્ટાર બની ગયો છે જેની બ્લોકબસ્ટર ફિલ્મો એક વર્ષમાં રિલીઝ થઈ હોય. ટૂંકમાં કહીએ તો વર્ષ 2023માં બોક્સ ઓફિસ પર શાહરુખ ખાનનો દબદબો રહેવાનો છે.

નોંઘ : શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ અને ‘જવાન’ તો રેકોર્ડ બ્રેક કમાણી કરી ચૂકી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ડંકી ફિલ્મ બોક્સ ઓફિસ અને શાહરુખ ખાનના ચાહકોની અપેક્ષા પર કેટલી ખરી ઉતરે છે. કારણ કે ‘પઠાણ’ અને ‘જવાન’ બાદ ચાહકોની અપેક્ષા પણ શાહરુખ ખાન પાસેથી વધી ગઈ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ