Jawan Box Office Collection Day 5 : વિશ્વભરમાં શાહરૂખ ખાનની જવાનનો ડંકો, ભારત સહિત વિદેશમાં પણ ફિલ્મનુ જોરદાર કલેક્શન, કુલ કલેક્શન જાણીને આંખો પહોંળી થઇ જશે

Jawan Box Office Collection day 5 : બોલિવૂડના બાદશાહે સાબિત કરી દીધું છે કે 57 વર્ષની ઉંમરે પણ તેનો ચાર્મ યથાવત છે. કિંગ ખાનની ફિલ્મ જવાનને સિનેમાઘરોમાં રિલીઝ થયાના પાંચ દિવસ પૂર્ણ થઇ ગયા છે છતાં દર્શકોમાં શાહરૂખનો જાદુ યથાવત છે. જેને પગલે જવાને માત્ર પાંચ જ દિવસમાં ભારત સહિત વર્લ્ડવાઇડ અચંબિત કરી દે તેવું કલેક્શન કર્યું હોવાના સમાચાર સામે આવ્યાં છે.

Written by mansi bhuva
Updated : September 12, 2023 11:08 IST
Jawan Box Office Collection Day 5 : વિશ્વભરમાં શાહરૂખ ખાનની જવાનનો ડંકો, ભારત સહિત વિદેશમાં પણ ફિલ્મનુ જોરદાર કલેક્શન, કુલ કલેક્શન જાણીને આંખો પહોંળી થઇ જશે
Jawan Records : શાહરૂખ ખાનની જવાને રિલીઝના પાંચ દિવસમાં જ રેકોર્ડ બ્રેક કલેક્શન કરી લીધું છે.

Jawan Box Office Collection Day 5 : બોલિવૂડના બાદશાહે સાબિત કરી દીધું છે કે 57 વર્ષની ઉંમરે પણ તેનો ચાર્મ યથાવત છે. કિંગ ખાનની ફિલ્મ જવાનને સિનેમાઘરોમાં રિલીઝ થયાના પાંચ દિવસ પૂર્ણ થઇ ગયા છે છતાં દર્શકોમાં શાહરૂખનો જાદુ યથાવત છે. જેને પગલે જવાને માત્ર પાંચ જ દિવસમાં વર્લ્ડવાઇડ અચંબિત કરી દે તેવું કલેક્શન કર્યું હોવાના સમાચાર સામે આવ્યાં છે. આ સાથે જવાન ભારતમાં ઓપનિંગ ડે પર 300 કરોડનો આંકડો પાર કરનારી ત્રીજી બોલિવૂડ ફિલ્મ બની ગઇ છે.

એક જૂના ઇન્ટરવ્યુમાં શાહરૂખ ખાને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, મારું કોઇ કોમ્પિટિશન નથી. મારા શબ્દ આજે પણ સાચા સાબિત થઇ રહ્યા છે. જેનું શ્રેષ્ઠ ઉદાહારણ ફિલ્મ ‘જવાન’ છે. જવાને બોક્સ ઓફિસ પર ઓપનિંગ ડે પર ઐતિહાસિક શરૂઆત કરી રેકોર્ડબ્રેક કમાણી કરી છે.

ઇન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, જવાને 11 સપ્ટેમ્બર સોમવારે બોક્સ ઓફિસ પર 30 કરોડ રૂપિયાની કમાણી કરી શાનદાર કલેક્શન કર્યું છે. તેથી હવે ભારતમાં જવાનનું પાંચ દિવસનું કુલ કલેક્શન 316.16 કરોડ થઇ ગયું છે.

જો જવાનના ભાષાકીય કલેક્શન પર નજર કરીએ તો ફિલ્મે હિંદી ભાષામાં 17.38 કરોડ, તમિલ ભાષામાં 13.72 કરોડ અને તેલુગુ ભાષામાં 16.75 કરોડ રૂપિયાની ઓક્યૂપેંસી નોંધાવી છે.

આ પણ વાંચો : Prachi Desai : ટેલિવૂડથી લઇને બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવનાર ગુજરાતી અભિનેત્રી પ્રાચી દેસાઇ આજે શું કરી રહી છે?

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનની જવાને રવિવારે 81 કરોડની કમાણી કરીને એક નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. જેને પગલે જવાન બોલવૂડના ઇતિહાસમાં માત્ર એક દિવસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. જવાને પોતાના નામે ઘણા રેકોર્ડ નોંધાવ્યા છે. જવાને રિલીઝના દિવસે જ મબલક કમાણી કરી હતી તેમજ વર્લ્ડવાઇડ આ ફિલ્મે પ્રથમ દિવસે જ 129.6 કલેક્શન કર્યું હતું. તો જવાન સાઉથમાં પણ સૌથી વધુ કમાણી કરનારી પહેલી બોલિવૂડ ફિલ્મ બની છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ