Jawan Review : બોલિવૂડ અભિનેતા કિંગ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ જવાન આજે 7 સ્પ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જવાનને લઇને લોકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેને પગલે ફિલ્મના નિર્માતાઓએ એડવાન્સ બુકિંગમાં બંપર કમાણી કરી છે. જવાનની એડવાન્સ બુકિંગમાં લગભગ 7 લાખ ટિકિટો વેચાય ગઇ છે. તેવામાં શાહરૂખ ખાનની જવાનને લઇને પહેલો રિવ્યૂ સામે આવ્યો છે.
ફિલ્મ વિવેચક અન એક્ટર કમાલ રાશિદ ખાને ટ્વિટ કરીને રિવ્યૂમાં લખ્યું કે, ‘ફિલ્મ કચરો છે. આ સાથે કેઆરકેએ કિંગ ખાનની એક્ટિંગ અને અન્ય ઘણી વસ્તુઓ અંગે નેગેટિવ ટીપ્પણી કરી છે.’
જો કે આ ટ્વીટને ફેક જણાવવામાં આવી રહ્યું છે. હકીકતમાં કેઆરકેએ એક ટ્વીટને રીટ્વીટ કર્યું છે. જે ન્યૂઝ અને ઓફ બોલિવૂડ હૈડલ દ્વારા કરાયું છે. જેમાં લખ્યું છે કે, ‘આજે અમે મોરિશસના સેંસર બોર્ડ ઓફિસમાં શાહરૂખ ખાનની ફિલ્મ જવાન જોઇ અને આ ફિલ્મ વર્ષ 2023ની સૌથી મોટી કચરા ફિલ્મમાંથી એક છે. તેમજ શાહરૂખ ખાને ફિલ્મમાં ખુબ જ ખરાબ એક્ટિંગ કરી છે. વધુમાં આ ટ્વીટમાં લખ્યું છે કે, આ સંપૂર્ણ ફિલ્મ એક કોમ્યૂટર ગેમ છે. જવાન હિન્દી નહીં પરંતુ એક સાઉથ મસાલા ફિલ્મ છે. જેમાં સાઉથ સ્ટાઇલના ગીતો છે. ત્યારે અમારી તરફથી આ ફિલ્મને 1 સ્ટાર.’ આપને જણાવી દઇએ કે હાલમાં આ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યું છે.
વધુ એક ટ્વીટમાં લખ્યું કે, ‘આજે મેં મોસ્ટ અવેટેડ ફિલ્મ જવાન જોઇ હતી. આ ફિલ્મને સિંગાપોરના સેંસર બોર્ડમાં પેશ કરવામાં આવી હતી. ત્યારે જો આ ફિલ્મ અંગે સરળ ભાષામાં વાત કરું તો આ ફિલ્મ ટોર્ચર છે. 3 કલાક સુધી સહન કરવું અઘરું છે.’ આ પછી સોશિયલ મીડિયા પર કિંગ ખાનના ચાહકોએ #SaynotoFakeReviews કેંપેન પણ શરૂ કર્યો છે.





