બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સામાન્ય રીતે જાહેરમાં શાંત સ્વભાવના ગણાય છે, જ્યારે તેમનાં પત્ની જયા બચ્ચન (Jaya Bachchan) એકદમ વિપરીત છે. તેઓનું ઉગ્ર સ્વરૂપ ઘણીવાર જાહેરમાં જોવા મળ્યું છે. જયા બચ્ચનને મીડિયાના ફોટોગ્રાફર્સ પર કેટલીયવાર ભડકતા દેખાયા છે. સાથે જ ફોટો પડાવવા આવેલા ફેન્સને પણ ઝાટકી નાખ્યા હોય તેવા કિસ્સા ઓછા નથી.
તાજેતરમાં જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન ઈન્દોર એરપોર્ટ પર જોવા મળ્યા હતા. એ સમયે એરપોર્ટના સ્ટાફ મેમ્બર્સ તેમની ઝલક કેમેરામાં કેદ કરવાની મથામણમાં હતા. જોકે, આ વાત જયા બચ્ચનને પસંદ ના આવી અને તેમણે તેના પર આક્રોશ ઠાલવ્યો હતા. જયાના આ વર્તણૂંક પર બિગ બીની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન મંગળવારે ઈન્દોર એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યાં એરપોર્ટ પર સ્ટાફ તેમના સ્વાગત માટે સજ્જ હતો. તેમના હાથમાં ફૂલોના બુકે હતા. જયા આગળ વધ્યાં ત્યારે ફેન્સ તેમની સાથે સેલ્ફી લેવા માટે આવ્યા હતા. જેથી જયા બચ્ચન ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે કહ્યું, “પ્લીઝ, મારી તસવીરો ના લો. તમને ઈંગ્લિશ સમજાતું નથી?” જયા ગુસ્સે થતાં જ ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડ મીડિયાના ફોટોગ્રાફર્સને ફોટો પાડવાની ના પાડે છે. સાથે જ તેઓ ફેન્સને પણ મોબાઈલ દૂર રાખવાની વિનંતી કરે છે.
આ પણ વાંચો: અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટની એંટિલિયામાં ભવ્ય સગાઇ, જુઓ તસીવરો
ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી કે જયા બચ્ચને મીડિયા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હોય. દોહિત્રી નવ્યા નવેલી નંદા સાથે એક ઈવેન્ટમાં પહોંચ્યા ત્યારે પણ મીડિયાના ફોટોગ્રાફર્સ તેમજ ફેન્સ પર ફોટો પાડવાના મુદ્દે ભડકી ચૂક્યા છે. વર્કફ્રંટની વાત કરીએ તો, જયા બચ્ચન કરણ જોહરના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’માં જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર અને શબાના આઝમી પણ છે. આ ફિલ્મ 28 એપ્રિલ 2023ના રોજ રિલીઝ થવાની છે.