બોલીવૂડની દિગ્ગજ અભિનેત્રી જયા બચ્ચન ભલે ફિલ્મોથી દૂર હોય પણ તે હંમેશા કોઇના કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. ફરી એક વખત એવું નિવેદન કર્યું છે જેના કારણે જ્યા બચ્ચન ચર્ચામાં આવી ગયા છે. જયા બચ્ચનનું કહેવું છે કે જો તેની પૌત્રી નવ્યા લગ્ન પહેલા મા બનવા માંગે તો તેને તે વાતથી કોઇ ફરક પડશે નહીં.
જયા બચ્ચને નવ્યાને આપી સલાહ
જયા બચ્ચન હાલમાં જ પોતાની પૌત્રી નવ્યા નવેલી નંદાના પોડકાસ્ટ ‘વ્હાટ દ હેલ નવ્યા’માં પહોંચ્યા હતા. જ્યા રિલેશનશિપ પર વાત કરતા કહ્યું કે મારા મોઢાથી આ વાત સાંભળીને લોકોને અજીબ લાગશે પણ શારીરિક આકર્ષણ અને અનુકુળતા ઘણી જરૂરી છે. અમારા સમય દરમિયાન અમે એક્સપેરિમેન્ટ ના કરી શક્યા. જોકે આજની પેઢી કરી રહી છે અને કેમ ના કરે? સંબંધની લાંબી ઉંમર માટે આ જરૂરી છે. જો શારીરિક સંબંધ નથી તો તે સંબંધ વધારે લાંબો સમય સુધી ચાલી શકે નહીં. તમે પ્રેમ, તાજી હવા અને સમાયોજન પર ટકી રહી શકો નહીં. મને લાગે છે કે આ ઘણું મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો – ફિલ્મ નિર્માતા કમલ કિશોર મિશ્રાની તેની પત્નીની હત્યા કરવાના પ્રયાસમાં ધરપકડ, તેની પત્ની યાસિને લગાવ્યા ગંભીર આરોપ
નવ્યાને લગ્ન વગર બાળક થાય તો મને પરેશાની નથી
જયા બચ્ચને પોતાની વાતને આગળ વધારતા કહ્યું કે તમારી પાસે એક સારો મિત્ર હોવો જોઈએ. તમારે વાત કરવી જોઈએ કે હું તમારા બાળકની માતા બનવા માંગું છં કારણ કે હું તમને પસંદ કરું છું. મને લાગે છે કે તમે સારો છો કારણ કે હું તમને પસંદ કરું છું. તો ચાલો લગ્ન કરીએ કારણ કે આ જ સમાજનું કહેવું છે. જો નવ્યાને લગ્ન વગર બાળક થાય તો મને વાસ્તવમાં કોઇ સમસ્યા નથી.
અભિનેત્રીએ કહ્યું કે ક્યારેક ક્યારેક આ અફસોસની વાત હોય છે. નિશ્ચિત રુપથી અમે આવું ક્યારેય કરી શકતા ન હતા. અમે તે વિશે વિચાર પણ કરી શકતા ન હતા. જોકે મારા પછીની પેઢી, શ્વેતાની પેઢી, નવ્યાની એક અલગ બોલગેમ છે. આજે લોકોની અંદર રોમાન્સની ખોટ છે.