બોલીવૂડ અભિનેત્રી અને પોલિટીશયન જયા બચ્ચન ફરી ચર્ચામાં આવી છે. જયા બચ્ચને મીડિયા સાથે તે ક્યા કારણથી નારાજ છે તે અંગે ખુલાસો કર્યો છે. જયા બચ્ચને તેની પૌત્રી નવ્યા નવેલી નંદાના પોડકાસ્ટ ‘વ્હાટ ધ હેલ નવ્યા’ પર જણાવ્યું હતું કે, મીડિયા વિશે હું સ્ટ્રોન્ગ ઓપિનિયન ધરાવું છું, હું તેણે સખત નફરત કરું છું. હું એવા લોકોને નફરત કરું છું જે કોઇના અંગદ જીવનમાં દખલગીરી કરે છે અને તે સંબંધિત કન્ટેન્ટ વેચીને પોતાનું પેટ ભરે છે. મને આ પ્રકારના લોકો બિલકુલ પસંદ નથી.
જયા બચ્ચને વધુમાં જણાવ્યું હતું કે, હું આ પ્રકારના લોકોને સખત નફરત કરું છું. હું એ લોકોને પ્રશ્ન કરું છું કે, તમને શર્મ નથી આવતી? આ સાથે જ્યા બચ્ચને પરેશાની વ્યક્ત કરી હતી કે તે આવા લોકોથી ત્રસ્ત છે. ખરેખર હું આ વસ્તુનો ખુબ જ દ્રઢતાથી અનુભવ કરું છું. આ પ્રથમવાર બન્યું છે એવું નથી. આ પહેલા પણ મેં આ પ્રકારનો ખરાબ અનુભવ કર્યો છે. જો તમે મારા કામ અંગે વાત કરો છો તો મને કોઇ ફર્ક નહીં પડતો , પરંતુ તમે મારા કામ બાબતે એવી કોમેન્ટ કરશો કે હું એક સારી એક્ટર નથી અને મેં ફિલ્મમાં સારુ કામ કર્યું નથી. જો કે આ એક વિજ્યુઅલ મીડિયા છે એટલે મને ખોટું લાગ્યુ નથી. પરંતુ મારા કામ પ્રત્યે જે ટિપ્પણી કરાઇ છે તે અંગે મને ખોટું લાગે છે. કારણ કે જે લોકો આ જુએ છે તે એક સેક્ન્ડ પૂરતુ જોઇને આગળ વધે છે.
ટ્રોલર્સ અંગે વાત કરતા જયા બચ્ચનએ જણાવ્યું હતું કે, જો લોકો મારા ગુસ્સાભર્યા ભાષણોને યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ તેમજ ટ્વિટર પર વાયરલ કરી તેની દુકાન ચલાવવા ઇચ્છે છે તો મને કોઇ ફર્ક પડતો નથી, કરતા રહો હું આ બાબત પર ધ્યાન આપતી નથી.
આ પણ વાંચો: Bigg boss 16: સલમાન ખાનને થયો ડેન્ગ્યુ, હવે જાણો કોણ બનશે શોના નવા હોસ્ટ
જયા બચ્ચને વધુમાં કહ્યું હતું તેઓ પર્સનલી મને લઇને કઇ પણ વિચારી શકે છે, મારા કામને લઇને પણ રાય આપી શકે છે. તેઓ કહી શકે છે કે હું એક ખરાબ એક્ટર અને પોલિટશ્યન છું. પરંતુ મારા કેરેક્ટર વિશે નિર્ણય લેવાનો કોઇ પાસે હક નથી. મીડિયા મારી અંગે એવી વાતો કરે છે કે હું માત્ર ગુસ્સો કરું છું, કંઇ વાત પર ગુસ્સો? તમે મારી પર્સનલ લાઇફમાં દખલગીરી કરો છો, જ્યારે હું ક્યાય જાવ છું તે સમયે મારા ફોટો ક્લિક કરે છે, શું હું માણસ નથી?