scorecardresearch

જાન્હવી કપૂરને આવી મમ્મીની યાદ, મોબાઇલ વોલ પર સેટ કર્યો શ્રીદેવીનો ફોટો

Jhanvi kapoor: સોશિયલ મીડિયા પર જાહ્નવી કપૂરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં અભિનેત્રી ખુબ જ ઉદાસ મૂડમાં જોવા મળી રહી છે. તેમજ તેના આંસુ છુપાવી રહી હોય તેવું લાગી રહ્યુ છે.

jhanvi kapoor emotional Video Viral remembring mother Sridevi
શ્રી દેવીની પુત્રી જાહ્નવી કપૂરને સતાવે છે માતાની યાદ

Janhvi Kapoor On Sridevi: કોઇ પણ વ્યક્તિના જીવનમાં માતાનું અનેરૂ મહત્વ હોય છે. બાળકને દુનિયામાં લાવવા સહિત ઉછેર કરવો તેમજ તેને કાબિલ બનાવવામાં એક માંનો અહમ રોલ હોય છે. જીંદગીમાં માંની કમી ક્યારેય કોઇ પૂરી શકતું નથી. આજે એવી જ એક માતા-પુત્રી વાત છે. જાહ્નવી કપૂર બોલિવૂડમાં યુવા પેઢીની સૌથી સફળ અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે.જાહ્નવી કપૂર તેની દિવંગત માતા અને અભિનેત્રી શ્રીદેવીની ખૂબ નજીક હતી. બંને વચ્ચે ખૂબ જ મજબૂત બોન્ડિંગ હતું. માતાની વિદાય પછી એક પણ દિવસ એવો નથી જ્યારે ‘ધડક’ સ્ટારે તેની માતાને યાદ ના કરી હોય. તેણે માતા શ્રીદેવી સાથેના ઘણા પ્રસંગો તેના મોટાભાગના ઇન્ટરવ્યુ દરમિયાન યાદ કર્યા છે. તાજેતરમાં જ્યારે પાપારાઝીએ અભિનેત્રીને જોઈ ત્યારે તેણીની સ્વર્ગસ્થ માતા પ્રત્યેનો પ્રેમ તેના ફોનના વોલપેપર પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

જાહ્નવી કપૂર ગઇકાલે મોડી રાત્રે સ્પોટ થઇ હતી. આ દરમિયાન તે તેણે બેજ રંગના પેન્ટની ઉપર ગ્રે રંગની ઓવરસાઈઝની હૂડી પહેરી હતી. તમે વીડિયોમાં જોઇ શકો છો કે જાહ્નવી કપૂર ઉદાસ હોય તેવો તેનો ચહેરો લાગે છે અને તે પોતાના આંસુઓને છુપાવાનો પ્રયત્ન કરે છે. ત્યારે અભિનેત્રી પોતાની કારમાં બેઠી હતી ત્યારે અભિનેત્રીએ પોતાનો ફોન ચાર્જિંગ પર મૂક્યો હતો અને તે જ સમયે તેના ફોનના વોલપેપર પર શ્રીદેવી સાથેની તેની સુંદર તસવીર દેખાઈ હતી.આ તસવીર જાહ્નવીના બાળપણની હતી જેમાં દિવંગત અભિનેત્રી તેની વહાલી દીકરીને પકડીને બેઠી હતી. એક્ટ્રેસના ફોનના વોલપેપર પર માતાનો ફોટો જોઈ ચાહકોએ કહ્યું કે જાહ્નવીની આંખોમાં તેની માતાને ગુમાવવાનું દુઃખ દેખાઈ રહ્યું છે.

જાહ્નવી કપૂરનો આ વીડિયો વાયરલ થયા પછી ચાહકો તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું, “તેના ફોનમાં શ્રીદેવી જીનું વૉલપેપર છે.” તે જ સમયે અન્ય એક ફેને લખ્યું, “મા અને પુત્રીનો સંબંધ આ દુનિયાનો સૌથી સુંદર સંબંધ છે. જે માતાના ગયા પછી પણ રહે છે. લવ યુ મા.” અન્ય એક પ્રશંસકે લખ્યું, “તેણીને આ પીડા કાયમ છે હું તેને તેની આંખોમાં જોઈ શકું છું… એક છોકરી માટે માતા ગુમાવવી એ એક મોટી વાત છે…. કારણ કે હવે તે ખૂબ સારું કરી રહી છે અને માતા આ જોવા માટે ત્યાં નથી. .. મેં મારી માતાને ગુમાવી દીધી છે તેથી હું હંમેશા તેની પીડા અનુભવી શકું છું.

4 ફેબ્રુઆરી 2018ના રોજ શ્રીદેવીનું દુબઈમાં હોટલના રૂમમાં મૃત્યુ થયું હતું, ઓટોપ્સી રિપોર્ટમાં મૃત્યુનું કારણ ‘આકસ્મિક ડૂબી જવાથી’ દર્શાવવામાં આવ્યું હતું. જાહ્નવી અવારનવાર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શ્રીદેવીની તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં તેણે શ્રીદેવીની પુણ્યતિથિ પર એક હ્રદયસ્પર્શી નોંધ લખી અને લખ્યું, “મમ્મા, હું હજી પણ તમને દરેક જગ્યાએ શોધી રહી છું, ભલે હું બધું જ કરું છું, તેમ છતાં મને આશા છે કે હું તમને ગર્વ અનુભવું છું. હું જ્યાં પણ જાઉં છું અને જે પણ કરું છું – તે તમારી સાથે શરૂ થાય છે અને સમાપ્ત થાય છે.

આ પણ વાંચો: દહાડ ટ્રેલર! સોનાક્ષી સિંહાનો પોલીસ અધિકારીના રૂપમાં જોરદાર દબંગ અંદાજ, સીરિઝ આ તારીખે થશે રિલીઝ

જાહ્નવી કપૂરે હાલમાં જ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મમાં તે રાજકુમાર રાવ સાથે જોવા મળશે. આ સિવાય જાહ્નવીની વરુણ ધવન સાથે ‘બાવાલ’ છે. નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ 6 ઓક્ટોબર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. તે જુનિયર NTRની ‘NTR 30’નો પણ એક ભાગ છે. તેણે હાલમાં જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે.

Web Title: Jhanvi kapoor emotional video viral remembring mother sridevi photo set phone wallpaper

Best of Express