જિયા ખાન આત્મહત્યા કેસમાં નવો ખુલાસો થયો છે. જિયા ખાને 3 જૂન 2013માં આત્મહત્યા કરી હતી ત્યારે તેની પાસેથી એક 6 પાનાની સૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેને આત્મહત્યા માટે ઉપસાવી હોવાનો આરોપ તેના બોયફ્રેન્ડ સુરજ પંચોલી પર લગાવવામાં આવ્યો હતો. જેને પગલે પોલીસે તાત્કાલિક સુરજની ધરપકડ કરી હતી. જો કે હાલ જ આ મામલે સીબીઆઇ કોર્ટે સુરજને 10 વર્ષ બાદ નિર્દોષ જાહેર કર્યાનો ચૂકાદો આપ્યો હતો. ત્યારે હવે સુરજે એક ઇન્ટવ્યૂમાં મોટો ઘટસ્ફોટ કર્યો હતો.
બોલિવૂડ બબલ સાથે વાતચીત કરતા સૂરજ પંચોલીએ દાવો કર્યો હતો કે, જિયાના મોત પછી જે સુસાઇડ નોટ મળી હતી તે ખોટી હતી. હવે 10 વર્ષ બાદ કોર્ટની સુનાવણીમાં સુસાઇડ નોટ ખોટી સાબિત થઇ છે, તો ત્યારે મારી કેમ ધરપકડ કરવામાં આવી હતી?
આ સાથે એક્ટરે કહ્યું કે, હું મુંબઇ પોલીસ, અધિકારીઓ કે જિયાની માં વિરૂદ્ધ જવા માંગતો નથી. કારણ કે હું હવે જીવનમાં આગળ વધવા માગુ છું. જો હું બદલો લેવાની ભાવના સાથે અડગ રહ્યો તે મને કંઇ કામ આવવાનું નથી. આ ઉપરાંત સુસાઇટ નોટ અંગે વાત કરતા સુરજે જણાવ્યું હતુ કે,જે નોટબુકમાં આ નોટ લખવામાં આવી હતી તે જિયાના માતાની હતી અને હૈંડરાઇટિંગ પણ તેની જ હતા.
ઉલ્લેખનીય છે કે, જિયા ખાન આત્મહત્યા કેસમાં 10 વર્ષ સુધી જેલમાં રહેનાર સુરજ પંચોલીએ ઘણુ નુકસાન ભોગવ્યુ છે. આ સંદર્ભે સુરજે જણાવ્યું કે, જેલમાં હતો એટલે તેના હાથમાંથી ઘણા પ્રોજેક્ટસ છીનવાઇ ગયા.