બોલિવૂડની દિગ્ગજ અને ચૂલબુલી અભિનેત્રી જૂહી ચાવલાનું નામ બોલિવૂડની એ અભિનેત્રીઓમાં સામેલ છે જેમણે પોતાના અભિનયના દમ પર એક ખાસ વર્ચસ્વ બનાવ્યું છે. આજે જૂહી ચાવલા તેનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે.
કયામત સે કયામત તક
જૂહી ચાવલાનો જન્મ 13 નવેમ્બર 1967ના રોજ અંબાલામાં થયો હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ જૂહીએ 1984માં ‘મિસ ઈન્ડિયા’નો ખિતાબ જીત્યો હતો. આ પછી જુહીને ઘણી ફિલ્મોની ઓફર મળવા લાગી. તેણે 1986માં મલ્ટીસ્ટારર ફિલ્મ ‘સલ્તનત’થી બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી લોકોના દિલ જીત્યા. પરંતુ વર્ષ 1988માં આવેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’ જૂહીના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં જૂહીના અભિનયની માત્ર પ્રશંસા જ નહીં, પરંતુ તે રાતોરાત સ્ટાર પણ બની ગઈ હતી. આ ફિલ્મમાં તેની સામે આમિર ખાન હતો.
અભિનેત્રીની હિટ ફિલ્મો
જૂહી ચાવલા હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ, તેલુગુ, પંજાબી અને બંગાળી ભાષાની ફિલ્મોમાં જોવા મળી હતી. તેમની મુખ્ય ફિલ્મોમાં ‘પ્રતિબંધ’, ‘બોલ રાધા’ ‘બોલ’, ‘ડર’, ‘દરાર’, ‘દીવાના મસ્તાના’, ‘યસ બોસ’, ‘ઇશ્ક’, ‘માય બ્રધર નિખિલ’, ‘ગુલાબી ગેંગ’, ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: શા માટે 40 વર્ષથી વધુ વયના લોકોને સૌથી વધારે જોખમ છે? જાણો ડોક્ટર પાસેથી
અભિનેત્રી IPLની ટીમનો ભાગ
ફિલ્મોમાં અભિનય ઉપરાંત જૂહીએ ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘અશોકા’ તથા ‘ચલતે ચલતે’ સહિતની કેટલીક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું. આ સિવાય તે સોની ટીવીના રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ની જજ તરીકે પણ ફરજ બજવી ચૂકી છે. જુહી ચાવલા પર્યાવરણને પ્રોત્સાહન આપતી કેટલીક સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલી છે. તો અભિનેત્રી IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો પણ ભાગ છે.
આ પણ વાંચો: Debina Bonnerjee Baby: પુત્રીના જન્મના મહિનામાં જ દેબીના બેનર્જી ફરી બની ગર્ભવતી
જૂહી ચાવલા વિશે ખાસ
જૂહીના અંગત જીવન વિશે વાત કરીએ તો તેણે વર્ષ 1995માં ઉદ્યોગપતિ જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. તેમને બાળકો પુત્રી જ્હાન્વી અને પુત્ર અર્જુન છે. જૂહી ચાવલા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને તેની ફેન ફોલોઈંગ લાખોમાં છે.