વધુ એક સેલિબ્રિટીના નિધનના દુ:ખદ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. સાઉથના સુપરસ્ટાર જૂનિયર એનટીઆરના પિતરાઇ ભાઇ નંદામુરી તારક રત્નનું નિધન (Nandamuri Taraka Ratna Death) થયુ છે. જેને પગલે જૂનિયર એનટીઆર પર દુ:ખનો પહાડ તૂટ્યો છે. નંદામુરી તેલુગૂ એક્ટર અને ટીડીપી નેતા રહી ચુક્યા છે. ત્યારે તેમનો ચાહક વર્ગ ખુબ વિશાળ છે. આવામાં ફેન્સ અને સેલેબ્સે તેમના નિધન પર સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે. આ સાઉથ માટે એક મોટી ક્ષતિ કહેવાય છે.
હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના અકાળે અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.
પીએમઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા ટ્વીટ કરવામાં આવી છે. તે લખે છે, “નંદમુરી તારક રત્નનાં અકાળ અવસાનથી ખૂબ જ દુઃખી છું. તેણે ફિલ્મ અને મનોરંજનની દુનિયામાં એક અલગ જ ઓળખ બનાવી. મારી સંવેદના તેમના પરિવાર અને પ્રિયજનો સાથે તેમના દુઃખની ઘડીમાં છે. ઓમ શાંતિ.”
ઉલ્લેખનીય છે કે, તારક રત્નની સારવાર બેંગલુરુની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી. તેમને આ વર્ષે જાન્યુઆરીમાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તે ગત વર્ષે 20 દિવસ સુધી કોમામાં રહ્યા હતા. તારકને હાર્ટ અટેક બાદ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. તેને પિતરાઈ ભાઈ નાના લોકેશની રેલીમાં સામેલ થયા હતા. આ રેલી દરમિયાન એક્ટરને હાર્ટ અટેક આવ્યો હતો, જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આપને જણાવી દઈએ કે, નંદામુરી તારક રત્ન જૂનિયર એનટીઆર અને બિમ્બિસાર એક્ટર કલ્યાણ રામના પિતરાઈ ભાઈ છે, તે સાઉથના મહાન એક્ટર અને ત્રણ વાર આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી રહેલા નંદામુરી તારક રામ રાવના પૌત્ર છે.