કાજોલે ભગવા રંગનો ડ્રેસ પહેરતા યૂઝર્સે ઉડાવી મજાક, કહ્યું… ‘વિમલ’

Kajol : કાજોલે તેનો એક ટચુકડો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તેઓએ ભગવા રંગના કપડા પહેર્યા છે. કાજોલે ફેન્સને કહ્યું છે કે આ રંગ તેનો ફેવરિટ છે. ઘણા લોકોએ તેના લૂકના વખાણ કર્યા છે તો કેટલાકે મજાક ઉડાવી છે.

Written by mansi bhuva
June 28, 2023 12:35 IST
કાજોલે ભગવા રંગનો ડ્રેસ પહેરતા યૂઝર્સે ઉડાવી મજાક, કહ્યું… ‘વિમલ’
બોલિવૂડ અભિનેત્રી કાજોલ ફોટા

અભિનેત્રી કાજોલ લગભગ 30 વર્ષથી પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલ જીતી રહી છે. મોટા પડદા પર પોતાના અભિનયનો જાદુ બતાવ્યા બાદ તે OTT પ્લેટફોર્મ તરફ વળી છે. કાજોલ આ દિવસોમાં ‘લસ્ટ સ્ટોરીઝ’ અને ધ ટ્રેલની બીજી સીઝનને લઈને સતત ચર્ચામાં છે. લસ્ટ સ્ટોરીઝની બીજી સીઝન નેટફ્લિક્સ પર 29 જૂને સ્ટ્રીમ થશે. આ સિવાય ‘ધ ટ્રાયલ’ 19મી જુલાઈના રોજ ડિઝની હોટસ્ટાર પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ દરમિયાન કાજોલે તેનો એક ટચુકડો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તેઓએ ભગવા રંગના કપડા પહેર્યા છે. કાજોલે ફેન્સને કહ્યું છે કે આ રંગ તેનો ફેવરિટ છે. ઘણા લોકોએ તેના લૂકના વખાણ કર્યા છે તો કેટલાકે મજાક ઉડાવી છે.

ટ્વિટર પર વીડિયો શેર કરતાં કાજોલે લખ્યું, “મારા મનપસંદ રંગોમાંથી એક… અને હવે તમે જાણો છો કે શા માટે? તેણે આ જ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર પણ કરી છે. ટ્વિટર પર યુઝર્સે તેને વિમલ પાન મસાલા તરીકે કહી. સ્નેહા નામની યુઝરે લખ્યું, “વિમલ.” વિમલ પાન મસાલાના પેકેટની તસવીર શેર કરતા K નામના યુઝરે લખ્યું, “તમે તેના ઉપરના કપડા ડિઝાઈન નથી કર્યા, બાય ધ વે તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષની સુપરહિટ ફિલ્મ ‘પઠાણ’ના ગીતમાં દીપિકા પાદુકોણની બિકીનીને લઈને ઘણો વિવાદ થયો હતો. વાસ્તવમાં દીપિકાએ આ ગીતમાં કેસરી બિકીની પહેરી હતી. આ ફિલ્મનો દેશભરમાં વિરોધ થયો હતો. ફિલ્મના પોસ્ટરો સળગાવવામાં આવ્યા, ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. લોકોએ કહ્યું કે તેનાથી હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ