/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/amitabh-bachchan-5.jpg)
કમલ હાસને ફિલ્મ ધ કેરલા સ્ટોરી વિરૂદ્ધ નિવેદન આપ્યુ
વિવાદોમાં સપડાયા છતાં 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી સુદીપ્તો સેનની ધ કેરલા સ્ટોરી વિરૂદ્ધ કમલ હાસને અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પણ આ ફિલ્મને અલગ-અલગ પ્રતિસાદ મળ્યો હતો. હવે એક એવોર્ડ શોમાં અબુ ધાબી પહોંચેલા અભિનેતા અને રાજકારણી કમલ હાસને આ ફિલ્મ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. મહત્વનું છે કે, ધ કેરલા સ્ટોરીએ રિલીઝના 22 દિવસની અંદર કુલ 194 કરોડની કમાણી કરી લીધી છે. શરૂઆતમાં વિવિધ સ્થળોએ આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી હતી. બંગાળ અને તમિલનાડુમાં પણ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
'ચાચી 420' ફેમ કમલ હાસને 'ધ કેરલા સ્ટોરી' અંગે નિવેદન આપતા કહ્યું છે કે, 'હું પ્રોપેગન્ડા ફિલ્મોની વિરુદ્ધ છું. માત્ર 'સત્ય વાર્તા' લોગો તરીકે લખવું પૂરતું નથી. આ ખરેખર સાચું હોવું જોઈએ અને આ ફિલ્મ ધ કેરલા સ્ટોરી સાચી નથી. કમલ હાસનના આ નિવેદન બાદ લોકોએ તેને અનેક પ્રશ્ન પૂછ્યા હતા.લોકોએ અભિનેતાને પૂછ્યું કે તેણે આજ સુધી કઈ સાચી ઘટના પર ફિલ્મ બનાવી છે. એકે લખ્યું- વિશ્વરૂપમ સાચી ફિલ્મ હતી?
#WATCH | Abu Dhabi | "I told you, it's propagandist films that I am against. It's not enough if you write 'true story' just at the bottom as a logo. It has to really be true and that is not true," says actor and politician Kamal Haasan on #TheKeralaStorypic.twitter.com/VSydksg1Z3
— ANI (@ANI) May 27, 2023
નવા સંસદ ભવન અંગે કમલ હાસને પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે કહ્યું, 'રાષ્ટ્રીય ગૌરવની આ ક્ષણ લોકોને રાજકીય રીતે વિભાજિત કરવા જેવી થઈ ગઈ છે. હું આપણા વડા પ્રધાનને એક સરળ પ્રશ્ન પૂછું છું કે કૃપા કરીને દેશને કહો કે, ભારતના રાષ્ટ્રપતિએ આપણી નવી સંસદના ઉદ્ઘાટનમાં શા માટે હાજરી ન આપવી જોઈએ? મને કોઈ કારણ દેખાતું નથી કે શા માટે ભારતના રાષ્ટ્રપતિ રાજ્યના વડા તરીકે આ ઐતિહાસિક પ્રસંગનો ભાગ ન બને.'
આ પણ વાંચો: અનુષ્કા શર્માએ વિરાટ કોહલીના આ ગુણથી પ્રભાવિત થઇને લગ્ન કર્યા? જાણો
કમલ હાસને વધુમાં કહ્યું કે,'હું રાષ્ટ્રીય હિતમાં નવી સંસદના ઉદ્ઘાટનની ઉજવણી કરીશ પરંતુ તેમાં હાજરી ન આપવા બદલ રાષ્ટ્રપતિ અને વિપક્ષી પાર્ટી સામે મારો વિરોધ પણ વ્યક્ત કરીશ.' મળતી માહિતી મુજબ ઘણા વિરોધ પક્ષોએ આ સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. તેમણે માંગ કરી હતી કે નવી સંસદનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us