હાલમાં જ હિન્દુસ્તાનના મહાન ચોલ સામ્રાજ્ય પર આધારિત એક ફિલ્મ રિલીઝ થઇ છે. જેનું નામ છે PS:1 એટલે કે પોન્નિયન સેલ્વન. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં ચોલ વંશના મહાન શાસક રાજરાજા ચોલનની (Rajaraja Cholan)વાત કરવામાં આવી છે. રાજરાજા ભારતના મહાન રાજાઓમાંથી એક હતા. હવે ફિલ્મ રિલીઝ થયા પછી રાજરાજા ચોલનના ધર્મ પર ચર્ચા છેડાઇ રહી છે.
રાજરાજા ચોલન હિન્દુ રાજા ન હતા
ફિલ્મ રિલીઝ થયા પહેલા રાષ્ટ્રીય પુરુસ્કાર વિજેતા તમિલ નિર્દેશક વેત્રિમારને કહ્યું હતું કે અમારા પ્રતિક સતત અમારાથી છીનવી લેવામાં આવી રહ્યા છે. વલ્લુવરનું ભગવાકરણ થઇ રહ્યું છે. રાજરાજા ચોલનને સતત હિન્દુ રાજા કહેવામાં આવી રહ્યા છે. આ નિવેદન પછી વિવાદ ઉભો થયો છે.
વેત્રિમારનના દાવ પર ભડક્યા ભાજપા નેતા
નિર્દેશક વેત્રિમારનના નિવેદન પર ભાજપા નેતા એચ રાજા ભડક્યા છે. તેમણે કહ્યું કે હું વેત્રિમારનની જેમ ઇતિહાસથી સારી રીતે પરિચત નથી પણ તેમણે રાજરાજા ચોલન દ્વારા નિર્મિત બે ચર્ચો અને મસ્જિદો તરફ ઇશારો કરવો જોઈએ. આટલું જ નહીં તેમણે પોતાને શિવપાદ સેકરન પણ કહ્યા હતા. પછી તે ત્યારે હિન્દુ કેવી રીતે ના થયા?
આ પણ વાંચો – પ્રશંસકોની આતુરતાનો અંત, આલિયા ભટ્ટના સીમંતની તસવીરો વાયરલ
કમલ હસને કર્યું વેત્રિમારનનું સમર્થન
ભાજપા નેતા એચ રાજા દ્વારા વેત્રિમારનના દાવા પર આપત્તિ વ્યક્ત કર્યા પછી અભિનેતા કમલ હસન ફિલ્મ નિર્માતાની ટિપ્પણીના સર્મથનમાં આવી ગયા છે. કમલ હસને કહ્યું કે રાજરાજા ચોલનના સમયે હિન્દુ ધર્મની અવધારણા જ ન હતી. કમલ હસને એ પણ કહ્યું કે ઇતિહાસ પર આધારિત પોન્નિયિન સેલ્વન-1ની ઉજવણી કરવાની ક્ષણ છે. ઇતિહાસને વધારી-ચડાવીને રજુ કરવો ના જોઈએ અને તેમાં ભાષાના મુદ્દાને પણ સામેલ કરવો ના જોઈએ.