scorecardresearch

જો મને મારી નાંખાવાનો પ્રયાસ થયો તો સુશાંત સિંહની પણ હત્યા જ થઇ હશે, KRKએ ટ્વીટ કરી સલમાન ખાન પર રોષ ઠાલવ્યો

Kamal R khan: કમાલ આર. ખાને સુશાંત સિંહ રાજપૂતની (Sushant singh rajput) યાદમાં વધુ એક ટ્વીટ કર્યું હતું . જેમાં તેણે લખ્યું છે કે, ‘જો મને ધમકાવવામાં આવે છે, તો પછી સુશાંત સિંહને પણ ધમકાવાયો હશે.

કમલ આર ખાને કર્યો મોટો ખુલાસો
કમલ આર ખાને કર્યો મોટો ખુલાસો

બોલિવૂડ ફિલ્મ વિવેચક કમલ આર ખાન (Kamal r khan) ઉર્ફ કેઆરકે અવાર નવાર કોઇના કોઇના સ્ટાર અંગે ટિપ્પણી કરતા હોય છે. જેના કારણે તે વિવાદોમાં ફસાય છે. કેઆરકેએ (KRK) આ પ્રકારના વિવાદિત નિવેદનોને કારણે જેલવાસ પણ થયો હતો. કેઆરકે સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે. કેઆરકેએ વધુ એક ટ્વીટ કર્યું છે. જેને વાંચીને સૌકોઇ દંગ રહી ગયા છે.

કેઆરકેએ ટ્વીટમાં લખ્યું છે કે, ‘શ્રીમાન અમિતાભ બચ્ચન (Amitabh bachchan) સાહબે તાજેતરમાં કહ્યું કે, કોઇની પાસેથી તેની નાગરિક સ્વતંત્રતા (Civil liberty) છીનવી ન શકાઇ. અભિવ્યક્તિની સ્વતંત્રતા પર રોક ન લગાવી જોઇએ’. તો પછી મારી અભિવ્યક્તિની સ્વતંત્રતાને ખતમ કરવા માટે કેમ બોલિવૂડ મને મારી નાંખવા ઝંખે છે’. ‘મારી અભિવ્યક્તિની સ્વતંત્રતા છીનવવા માટે અભિનેતા સલમાન ખાન અને વાશુ ભગનાની વગૈરહ કોર્ટના શરણે કેમ ગયા?

આ સાથે કમલ આર ખાને તેના બીજા ટ્વીટમાં લખ્યુંછે કે, ‘કહેવાતા તમામ સુપરસ્ટાર પ્રતિ ફિલ્મ 125 કરોડ રૂપિયા ચાર્જ કરે છે ને માત્ર એક જ વિવેચકના રિવ્યૂથી ભયભિત થઇ જાવ છો. એટલે તમે તમારી બકવાસ ફિલ્મોને સુપરહિટ બનાવવા માટે મને મારી નાંખવા ઇચ્છો છો? તો મારા માટે તમે સુપરસ્ટાર નહીં પરંતુ ભિખારી છો. એવા દયનિય જીવન પર થૂં.’

કેઆરકેએ અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે, ‘મને ફિલ્મોના રિવ્યૂ આપવાથી અટકાવવો એ અલગ વાત છે, પરંતુ મને મારવાની યોજના બનાવવી બીજી વાત છે. હું નસીબદાર છું કે હું આજે સહીસલામત રીતે જીવું છું’. ‘જ્યારે એક પોલિસ ઓફિસરે હજું પણ મને મારી નાંખવાની ધમકી આપી રહ્યો છે. જો કે હું આ ધમકીથી ડર્યો નથી’.

કેઆરકેએ તેના વધુ એક ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે કે, મારા વકીલોએ FIR રદ્દ કરવા માટે પહેલા જ બોમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી દીધી છે.એકવાર ચુકાદો આવી જાઇ પછી પત્રકાર પરિષદ બોલાવી દુનિયાને બતાવીશ કે મને મારી નાંખવાની સુપારી કોણે આપી છે એ?

કમાલ આર. ખાને સુશાંત સિંહ રાજપૂતની યાદમાં વધુ એક ટ્વીટ કર્યું હતું . જેમાં તેણે લખ્યું છે કે, ‘જો મને ધમકાવવામાં આવે છે, તો પછી સુશાંત સિંહને પણ ધમકાવાયો હશે. જો મને મારી નાંખાવાની કોશિશ થઇ રહી છે, તો પછી લગભગ સુશાંતની પણ હત્યા જ કરવામાં આવી હશે’.

Web Title: Kamal r khan amitabh bachchan civil liberty statement on reaction sushant singh murder twitter

Best of Express