ફિલ્મ વિવેચક અને અભિનેતા કમલ આર ખાન (kamal r khan) ઉર્ફ કેઆરકે ફરી વિવાદમાં આવ્યાં છે. કેઆરકેએ ઋતિક રોશન સ્ટારર ફિલ્મ ‘વિક્રમ વેધા’નું રિવ્યૂ (Vikram vedha review) કર્યું છે. કેઆરકેએ સેફ અલી ખાન અને ઋતિક રોશનની એક્ટિંગ પર ટિપ્પણી કરી છે. ઉલ્લેખનીય છે કે, કેઆરકે તેના વિવાદિત નિવેદનોને લઇ હંમેશા ચર્ચામાં રહે છે.
વિક્રમ વેધા ત્રણ કલાકનું ટોર્ચર: કેઆરકે
કમલ આર ખાને ટ્વિટમાં લખ્યું છે કે, ‘મારા એક મિત્રએ ‘વિક્રમ વેધા’ જોઇ. ફિલ્મના પ્રથમ ભાગમાં ઋતિક રોશન અમિતાભ બચ્ચની કોપી કરતા નજર આવે છે. જ્યારે બીજા ભાગમાં અલ્લૂ અર્જનની કોપી કરે છે. ક્લાઇમેક્સ સીનમાં બંન્ને અભિનેતા 15 મિનિટ સુધી સતત હવામાં ગોળીબાર કરે છે. ત્યારે ફિલ્મમાં એક્શન ભોજપુરી ફિલ્મોથી પણ અત્યંત ખરાબ છે. એટલે આ ફિલ્મ પૂરી તરહ આઉટડેટેડ અને ત્રણ કલાકનું ટોર્ચર છે’.
વિક્રમ વેધા 8થી 10 કરોડ જ કમાઇ શક્શે: કેઆરકે
આ ઉપરાંત કેઆરકેએ બીજા ટ્વિટમાં લખ્યું કે, ‘વિજય સેતુપતિ અને માધવન સ્ટારર ઓરિજનલ ‘વિક્રમ વેધા’ હજુ પણ MX Player પર છે. અન્ય એક ટ્વિટમાં કેઆરકેએ લખ્યું છે કે, પ્રિડિક્શન માત્ર 39 ટકા જ ‘ફિલ્મ વિક્રમ’ વેધા જોવા માંગે છે. જેના કારણે ફિલ્મ પ્રથમ દિવસે 8થી10 કરોડ રુપિયાની જ કમાણી કરી શક્શે’.
કેઆરકેને જેલવાસ
કેઆરકેને વિવાદિત ટ્વિટને કારણે જેલવાસ થયો હતોં. જેલમાંથી છૂટ્યા બાદ કેઆરકેએ તુરંતજ હુ્ં ફિલ્મ રિવ્યૂ કરવાનું છોડું છું અને ફિલ્મ વિક્રમ વેધા છેલ્લી ફિલ્મ હશે જેનું હું રિવ્યૂ કરીશ એવું ટ્વિટ કરી માહિતી આપી હતીં. કેઆરકેએ વધુમાં ટ્ટવિટમાં લખ્યું હતું કે, ‘મારા રિવ્યૂઝ પર વિશ્વાસ અને મને બોલિવૂડના ઇતિહાસમાં ટોચનો વિવેચક બનાવવા માટે તમારો આભાર માનું છું’.