બોલિવૂડની ક્વીન કંગના (Kangana Ranaut) રનૌત હંમેશા તેના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ત્યારે ફરી કંગના રનૌતે રણબીર કપૂર (Ranbir Kapoor) અને કરણ જોહરને પણ આડે હાથે લીધા છે. ખરેખર તો જ્યારથી નિતેશ તિવારીની ‘રામાયણ’ના કાસ્ટિંગના સમાચાર કંગના સુધી પહોંચ્યા છે ત્યારથી તે નિરંતર કાસ્ટિંગ માટે આગળ આવતા નામોને ટોણો મારતી જોવા મળે છે. ભૂતકાળમાં કંગનાએ રણબીર કપૂરનું નામ લીધા વિના તેને સફેદ ઉંદર કહ્યો હતો.
કંગના રનૌતે સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે પોતાના નામ વિશે સંકેત આપતા સ્ટાર્સ વિશે ઘણું લખ્યું છે. અભિનેત્રીએ કરણ જોહરને મહાભારતના શકુની મામા અને રણબીર કપૂરને દુર્યોધન કહ્યા છે. તેનું માનવું છે કે તે બંને તેના વિશે ઘણું ખોટું બોલે છે અને અફવાઓ ફેલાવે છે. એટલું જ નહીં કંગનાએ રણબીર અને કંગના પર સુશાંત સિંહ રાજપૂત પર પણ આરોપ લગાવ્યા છે. અભિનેત્રીનું માનવું છે કે બંનેએ સુશાંત વિશે પણ ખોટા સમાચાર ફેલાવ્યા હતા.
આ સિવાય કંગનાએ રણબીર અને કરણ પર એવો પણ આરોપ લગાવ્યો છે કે, જ્યારે તેની અને હ્રિતિક વચ્ચે લડાઈ ચાલી રહી હતી ત્યારે બંને રેફરી તરીકે કામ કરી રહ્યા હતા. સાથે જ કંગનાએ એમ પણ કહ્યું કે, જ્યારે તેની પાસે સત્તા આવશે ત્યારે તે જણાવશે કે આ લોકો કેવા પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ છે.
કંગનાએ તેની પોસ્ટમાં રણબીર અને કરણ વિશે લખ્યું કે, જ્યારે તેને સત્તા મળશે ત્યારે તે ડાર્ક વેબ, જાસૂસી અને હેકિંગ જેવી ગેરકાયદેસર બાબતોનો પર્દાફાશ કરશે. કંગનાએ એવો પણ દાવો કર્યો છે કે કરણ જોહર અને રણબીર કપૂરે સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યા હતા. બંને માટે, કંગનાએ લખ્યું કે તેમના જીવન અને કારકિર્દીમાં તેની દખલ સહનશીલતાની બહાર છે.
કંગનાના કહેવા પ્રમાણે, સોશિયલ મીડિયાના પાવરને કારણે કોઈનો અવાજ દબાવી શકાતો નથી. કંગનાએ મીડિયા પર પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા. બીજી તરફ કંગનાએ અગાઉ રણબીર માટે કહ્યું હતું કે તે ભગવાન શિવ બન્યો છે, તેની ફિલ્મ કોઈએ જોઈ નથી. હવે રણબીર રામ બનવાનું વિચારી રહ્યો છે. જે રાવણ હોવો જોઈએ. આ કેવો કલયુગ છે?