Kangana Ranaut : એકટ્રેસ ફિલ્મ નિર્માતા અને પોલિટિશ્યન કંગના રનૌત (Kangana Ranaut) એ તાજતેરમાં એક વાત ખુલાસો કર્યો હતો. તે તેની ફિલ્મ વિવાદાસ્પદ મુવી ઇમરજન્સીને લઈને ચર્ચમાં છે. તેણે તાજતેરમાં મુંબઈમાં તેની વિવાદાસ્પદ મિલકતના વેચાણ વિશે પૂછવામાં આવ્યું હતું, જેને 2020 માં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા આંશિક રીતે તોડી પાડવામાં આવી હતી. એકટ્રેસે આ અંગે શું કહ્યું?
આ મહિનાની શરૂઆતમાં, એવ રિપોર્ટ આવ્યા હતા કે કંગનાએ બાંદ્રાના પાલી હિલ વિસ્તારમાં આવેલી બહુમાળી મિલકત 32 કરોડ રૂપિયામાં વેચી દીધી હતી. જ્યારે કંગના રનૌતને તેના વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેણે એવો સંકેત આપ્યો કે તેણે મિલકત વેચવી પડી કારણ કે ઇમરજન્સીની રિલીઝમાં વિલંબને કારણે તેની નાણાકીય સમસ્યા ઉભી થઇ ગઈ છે.
આ પણ વાંચો: Aditi Rao Hydari Wedding : અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લગ્ન બંધનમાં બંધાયા
કંગનાએ તેની પ્રોડક્શન કંપની મણિકર્ણિકા ફિલ્મ્સની ઓફિસ તરીકે પણ આ પ્રોપર્ટીનો ઉપયોગ કર્યો હતો. તેના વેચાણ વિશે પૂછવામાં આવતા એકટ્રેસે ઇન્ટરવ્યુઅરને કહ્યું કે તેઓ તેને “વ્યક્તિગત પ્રશ્નો” પૂછે છે. સ્વાભાવિક રીતે આ મારી ફિલ્મ હતી જે રિલીઝ થવાની હતી તેથી મારી પાસે મારી અંગત મિલકત દાવ પર હતી અને હવે તે રિલીઝ થઈ નથી, તમે આવા સમયે જ તમારી મિલકતનો ઉપયોગ કરો છો. જો તમે ક્યારેય ખરાબ સમયનો સામનો કરી રહ્યા છો, તો તમે તેને વેચી શકો છો.”
આ પણ વાંચો: પ્રિયંકા ચોપરા એ પતિ નિક જોન્સને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, ફેમિલી સાથે કોન્સર્ટના ફોટા કર્યા શેર
મેશેબલ ઈન્ડિયા સાથેના તાજેતરના ઈન્ટરવ્યુ દરમિયાન કંગનાએ બાંદ્રા પ્રોપર્ટીનો વિડીયો મુક્યો હતો અને કહ્યું કે તે એવી જગ્યા છે જેની તે હંમેશા માલિક બનવા માંગતી હતી. કંગનાએ 2017માં 20.7 કરોડ રૂપિયામાં અને ડિસેમ્બર 2022માં તેણે તે પ્રોપર્ટી સામે 27 કરોડ રૂપિયાની લોન લીધી હતી. પ્રોપર્ટીના વેચાણના દિવસો પહેલા કંગનાએ 1.56 કરોડ રૂપિયામાં ઓફિસ સ્પેસ ખરીદી હતી.
મે મહિનામાં કંગનાએ લોકસભાની ચૂંટણી લડતા પહેલા 91 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. તેના ચૂંટણી સોગંદનામા મુજબ તેણે ₹ 28.7 કરોડની જંગમ સંપત્તિ અને ₹ 62.9 કરોડની સ્થાવર સંપત્તિ જાહેર કરી હતી. તેણે 6.7 કિલોના સોનાના ઘરેણાં, વાસણો અને આભૂષણોના રૂપમાં 60 કિલો ચાંદી અને 3 કરોડ રૂપિયાના હીરાના ઘરેણાં પણ જાહેર કર્યા હતા. ત્રણ લક્ઝરી કાર જાહેર કરી ₹ 98 લાખની કિંમતની BMW, ₹ 58 લાખની મર્સિડીઝ બેન્ઝ અને ₹ 3.91 કરોડની મર્સિડીઝ મેબેચ. તેણે 53,000 રૂપિયાની કિંમતનું વેસ્પા સ્કૂટર પણ જાહેર કર્યું હતું. એફિડેવિટ ફાઇલ કરતી વખતે, તેણી પાસે 2 લાખ રૂપિયા રોકડા અને 1.35 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ અને 17 કરોડ રૂપિયાનું દેવું હતું.
તે સમયે તેની માલિકીની મિલકતોની યાદીમાં કંગનાએ ચંદીગઢમાં ચાર કોમર્શિયલ યુનિટ, મુંબઈમાં કોમર્શિયલ પ્રોપર્ટી અને મનાલીમાં એક કોમર્શિયલ બિલ્ડિંગ જાહેર કરી હતી. તેણે મુંબઈમાં રૂ. 16 કરોડના ત્રણ ફ્લેટ અને ₹ 15 કરોડના મનાલીમાં એક બંગલાની માલિકી પણ જાહેર કરી હતી. અભિનેતાએ દાવો કર્યો હતો કે નાણાકીય વર્ષ 2022-23 માટે તેની આવક 4 કરોડ રૂપિયા હતી અને તે પહેલાના વર્ષમાં તેણે 12.3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.





