બોલિવૂડની ક્વિન કંગના રનૌત હંમેશા તેના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે કંગના રનૌત તેના ફેમસ રિયાલિટી શો લોક અપ સીઝન 2ને કારણે ચર્ચામાં છવાયેલી છે. લોક અપ સીઝન 2 OTTની દુનિયામાં કમબેક કરી રહ્યો છે. આ શોની સીઝન 2ના સમાચારની સાથે દર્શકોનો ઉત્સાહ પણ આસમાને છે. ક્યારેક આ શોમાં સામેલ સ્પર્ધકોના કારણે તો ક્યારેક શોની હોસ્ટ કંગનાના કારણે, લોક-અપ છેલ્લા કેટલાક અઠવાડિયાથી હેડલાઇન્સમાં છે. તમને જણાવી દઈએ કે, લોક અપ ચોક્કસપણે ભારતના OTT પ્લેટફોર્મનો સૌથી પ્રિય શો બની ગયો છે.
આ શોની પ્રથમ સીઝન મુનાવર ફારૂકીએ જીતી હતી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, કરણ કુન્દ્રા, જે છેલ્લી સિઝનમાં જેલરની ભૂમિકા ભજવી રહ્યો હતો, તે કદાચ આ સિઝનનો ભાગ નહીં હોય. બિગ બોસ 14ની વિનર રૂબિના દિલાઈક કરણની જગ્યા લેવા જઈ રહી છે.
કરણ કુન્દ્રા કલર્સ ટીવીની ઇશ્ક મેં ઘાયલ સિરિયલનો ભાગ બન્યો છે. વીર ઓબેરોયનું મુખ્ય પાત્ર ભજવતો અભિનેતા બિગ બોસ 15નો સેકન્ડ રનર અપ રહ્યો છે. સૂત્રો મુજબ, બિગ બોસ 14ની વિજેતા અને અભિનેત્રી રુબિના દિલાઈક જેલર તરીકે તેનું સ્થાન લઈ શકે છે. રૂબીના તાજેતરમાં ખતરોં કે ખિલાડી અને ઝલક દિખલા જા જેવા રિયાલિટી શોનો ભાગ રહી છે.
આ પણ વાંચો: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ સચિન શ્રોફ ફરી કરશે લગ્ન, લવ કે અરેન્જ?
જો કે, રૂબીનાએ થોડા સમય પહેલા આ અંગે પ્રતિક્રિયા આપી હતી અને એક ઈન્ટરવ્યુમાં વાત કરતા તેણે તેને માત્ર અફવા ગણાવી હતી. જો કે, કોન્ટ્રાક્ટને કારણે ઘણી વખત કલાકારો તેમના નવા શો વિશે ખુલીને વાત કરી શકતા નથી. જો કે, હવે જોવું રસપ્રદ રહેશે કે જો કરણની જગ્યાએ રૂબીના જેલર બને છે, તો તે તેના નવા કેદીઓને કેવી રીતે સામનો કરશે.