Kanguva Movie : લોહીની નદીઓ વહેશે! સૂર્યા અને બોબી દેઓલ વચ્ચે કંગુવા મુવીમાં જોરદાર વોર જોવા મળશે, આટલા હજાર લોકો સાથે મોટો સીન શૂટ

Kanguva : સાઉથ સુપરસ્ટાર પૈકી એક સૂર્યા શિવાકુમાર અપકમિંગ મુવી કંગુવાને લઇને ભારે ચર્ચામાં છે. આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટર બોબી દેઓલ પણ એક્શન અવતારમાં જોવા મળવાનો છે. તેવામાં આ ફિલ્મ અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે.

Written by mansi bhuva
May 17, 2024 19:05 IST
Kanguva Movie : લોહીની નદીઓ વહેશે! સૂર્યા અને બોબી દેઓલ વચ્ચે કંગુવા મુવીમાં જોરદાર વોર જોવા મળશે, આટલા હજાર લોકો સાથે મોટો સીન શૂટ
કંગુવા મુવીમાં લોહીની નદી વહેશે! સૂર્યા અને બોબી દેઓલ વચ્ચે જોરદાર ફાઇટ સીન જોવા મળશે, આટલા હજાર લોકો સાથે મોટો સીન શૂટ

Kanguva Movie: સાઉથ સુપરસ્ટાર સૂર્યા અને બોલિવૂડ એક્ટરની અપકમિંગ મુવી કંગુવા (Kanguva) સિનેમાઘરો હચમચાવી દેવાની તૈયારીમાં વ્યસ્ત છે. ચાહકો આ જોડીને પહેલીવાર સ્ક્રીન પર જોવા માટે બહુ ઉત્સુક છે. કંગુવા ફિલ્મનું નિર્માણ ગ્રીન સ્ટુડિયો હેઠળ થઇ રહ્યું છે. ત્યારે સૂર્યા (Suriya) અને બોબી દોઓલ (Bobby Deol) નો લૂક સામે આવી ગયો છે. કંગુવા મુવી અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે, જે સાંભળીને ફિલ્મો રસિકોમાં ઉત્સુકતા બમણી થઇ જશે.

Kanguva Movie | Suriya and Bobby Deol New Movie | Kanguva Movie | Surya | Bobby Deol | South New Movie
કંગુવા મુવીમાં લોહીની નદી વહેશે! સૂર્યા અને બોબી દેઓલ વચ્ચે જોરદાર ફાઇટ સીન જોવા મળશે, આટલા હજાર લોકો સાથે મોટો સીન શૂટ

એવું કહેવામાં આવી રહ્યું છે કે, વોર થીમ પર આધારિત કંગુવા મુવીમાં એક મોટું એક્શન સીકવેંસ સીન ફિલ્માવાયો છે. જેમાં લગભગ 10 હજાર લોકો સામેલ છે. જો સૂર્યાની ફિલ્મ ‘કંગુવા’ની કહાની વિશે વાત કરીએ તો દર્શકોને તેમાં એક અનોખો અનુભવ થવાનો છે. આ એક જોરદાર યુદ્ધ ફિલ્મ છે. કંગુવા મુવી ટીઝર પણ આવી ચૂક્યું છે, જેમાં જબરદસ્ત યુદ્ધની ઝલક જોવા મળી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મેકર્સ અને ડાયરેક્ટરે કંગુવા મુવીના વોર સીન પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. આ મોટા ફાઇટ સીનને સ્ક્રીન પર પરફેક્ટ દેખાડવા માટે ઇન્ટરનેશનલ એક્સપર્ટાઇઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Top 10 Movies and Web Series : ફિલ્મ રસિકોએ નેટફ્લિક્સની ટોપ 10 મુવી અને સિરીઝ જોવી જોઇએ

કાંગુવાને લઇને એવો દાવો કરાયો છે કે, આ મુવી દર્શકોને નવો વિઝુઅલ અનુભવ કરાવશે. ફિલ્મમાં વેટ્રી પલાનીસામીની સિનેમેટોગ્રાફી અને રોકસ્ટાર દેવી શ્રી પ્રસાદનું મ્યૂઝિકલ સ્કોર છે. આ સિવાય ગ્રીન સ્ટુડિયો દ્વારા કંગુવા મુવીને વિશ્વભરમાં મોટા પાયે ફિલ્મ રિલીઝ કરવા માટે ટોપ ડિસ્ટ્રીબ્યૂશન હાઉસેઝ સાથે હાથ મિલાવ્યો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ